રેપો રેટ વધ્યા બાદ SBI, HDFC સહિત આ બેન્કોએ વધાર્યો વ્યાજદર, વધી જશે તમારી EMI
રિઝર્વ બેન્ક તરફથી રેપો રેટમાં વધારા બાદ સ્ટેટ બેન્ક, એચડીએફસી, ICICI બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદર વધારી દીધો છે. તેવામાં હોમ લોન, કાર લોનની ઈએમઆઈ વધી ગઈ છે. અન્ય બેન્કો પણ જલદી વ્યાજદરમાં વધારો કરશે.
નવી દિલ્હીઃ શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો ત્યારબાદ ઘણી બેન્કોએ લેન્ડિંગ રેટ વધારી દીધો છે. લેન્ડિંગ રેટ વધારનારી બેન્કોના લિસ્ટમાં સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા અને HDFC જેવી બેન્ક સામેલ છે. આ વધારા બાદ રેપો રેટ વધીને 5.90 ટકા થઈ ગયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી ઉચાં સ્તર પર છે. સૌથી પહેલા હોમ લોન કંપની HDFC લિમિટેડ લોન ઇન્ટ્રસ્ટ રેટ 50 બેસિસ પોઈન્ટ વધાર્યો. એચડીએફસીએ એક નિવેદનમાં કહ્યું, એચડીએફસીએ હોમ લોન પર વ્યાજદર 0.50 ટકા સુધી વધાર્યો છે અને તે 1 ઓક્ટોબર 2022થી લાગૂ થશે. આ નાણાકીય સંસ્થાએ છેલ્લા પાંચ મહિનામાં વ્યાજદરમાં સાતમી વખત વધારો કર્યો છે.
SBI એ ઈબીએલઆર અને આરએલએલઆરમાં વધારો કર્યો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તેણે એક્સટર્નલ બેંચમાર્ક આધારિત લેન્ડિંગ રેટ (External Benchmark based Lending Rate) અને રેટો આધારિત લેન્ડિંગ રેટ (Repo Linked Lending Rates) માં 0.50-0.50 ટકાનો વધારો કર્યો છે, જે હવે 8.55 ટકા અને 8.15 ટકા થઈ ગયો છે. આ વધારો શનિવારથી લાગૂ થઈ ગયો છે.
બેન્ક ઓફ ઈન્ડિયા અને ICICI બેન્કે વ્યાજદર વધાર્યો
બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ આરબીએલઆર વધારી 8.75 ટકા કરી દીધો છે. આઈસીઆઈસીઆઈ બેન્કની ઈબીએલઆર વધીને 9.60 ટકા થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે રેપો રેટમાં વધારા બાદ દરેક બેન્કોની લોન મોંઘી બનશે. લેન્ડિંગ રેટ વધવાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનનો ઈએમઆઈ વધી જશે.
આ પણ વાંચોઃ લોકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, અદાણી CNG ના ભાવમાં થયો તોતિંગ વધારો
LIC હાઉસિંગ ફાઇનાન્સે પણ વ્યાજદરમાં વધારો કર્યો
LIC હાઉસિંગ ફાઇનાન્સે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. તેમાં હાઉસિંગ પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વાઈ વિશ્વનાથ ગૌડે કહ્યુ કે રિઝર્વ બેન્કના એક્શન અનુરૂપ વ્યાજદરમાં વધારો કર્યો છે.
અત્યાર સુધી રેપો રેટમાં 1.90 ટકાનો ઉછાળ
રિઝર્વ બેન્કે સૌથી પહેલા મેમાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારબાદ જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સતત ત્રણવાર રેપો રેટમાં 50-50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે કુલ વધારો 1.90 ટકા થયો છે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં હજુ વ્યાજદરમાં વધારો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube