નવી દિલ્હી: જો તમારું SBIમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. SBIએ આ અઠવાડિયે પોતાના નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. જેમાં ATMમાંથી પૈસા કાઢવા, જમા કરવા, મિનિમમ બેલેન્સ, SBI ચાર્જને લઈને નિયમ સામેલ છે. આ નિયમો વિશે તમારે ખાસ જાણવા જેવું છે. એસબીઆઈ હવે મિનિમમ બેલેન્સ રાખવાનો ચાર્જ અને એસએમએસ ચાર્જ બચતખાતાના ગ્રાહકો પાસેથી વસૂલશે નહીં. ફટાફટ  જાણી લો નિયમોમાં ફેરફાર વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold: સોનાના જૂના દાગીના વેચવા જશો તો તમને લાગશે મોટો ઝટકો! જાણો કઈ રીતે 


ફેરફાર નંબર 1
SBIએ બચત ખાતાધારકો માટે મંથલી મિનિમમ બેલેન્સના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ કોઈ ચાર્જ લાગશે નહીં. SBIના 44 કરોડથી વધુ બચત ખાતાધારકોને આ સુવિધા મળશે. તેનાથી હવે બેન્કના તમામ બચત ખાતાધારકોને ઝીરો બેલેન્સની સુવિધા મળવા લાગશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પહેલા મેટ્રો શહેરોમાં બચત ખાતાધારકોને ન્યૂનતમ રકમ તરીકે 3000 રૂપિયા, નાના શહેરોમાં 2000 રૂપિયા અને ગ્રામિણ વિસ્તારોમાં 1000 રૂપિયા રાખવા પડતા હતાં.


ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે


ફેરફાર નંબર 2
SBIએ બચત ખાતાધારકોને SMS ચાર્જમાંથી મુક્તિ આપી છે. એટલે કે બેન્ક બચત ખાતાધારકોને મફતમાં SMS અલર્ટ આપશે. 


ઝટકો! આ ગ્રાહકો બેંકમાં Current account નહીં ખોલાવી શકે, જાણો RBIએ કેમ ભર્યું આટલું કડક પગલું


ફેરફાર નંબર 3
SBIએ એટીએમમાંથી 10  હજાર રૂપિયાથી વધુ કેશ કાઢવા માટેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. હવે જો તમે SBIના એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ પૈસા કાઢશો તો તમારે OTPની જરૂર પડશે. બેન્કની આ સુવિધા હેઠળ ખાતાધારકોને રાતે 8થી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં SBIના એટીએમમાંથી કેશ કાઢવા માટે ઓટીપીની જરૂર પડશે. બેન્કની આ સુવિધા ખાતાધારકોને ફક્ત SBIના એટીએમમાં જ મળશે. જો તમે અન્ય કોઈ એટીએમમાંથી પૈસા કાઢવા જશો તો પહેલાની જેમ આરામથી પૈસા ઉપાડી શકશો. તમારે કોઈ ઓટીપીની જરૂર પડશે નહીં. 


કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી મળી શકશે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો વિગતવાર


ફેરફાર નંબર 4
SBIએ 1 જુલાઈથી પોતાના ATMમાંથી પૈસા કાઢવા (ATM Withdrawal Rules) માં ફેરફાર કર્યો છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો ગ્રાહકોને ચાર્જ લાગશે. SBIની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર આપવામાં આવેલી જાણકારી મુજબ SBI મેટ્રો શહેરોમાં પોતાના નિયમિત બચતખાતા ધારકોને ATMમાંથી એક મહિનામાં 8 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. ત્યારબાદ ગ્રાહકો પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન પર 10 રૂપિયા + GST થી લઈને 20 રૂપિયા + GSTનો વધારાનો ચાર્જ લેવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube