અમદાવાદ: આજે બે જુલાઇના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. 21 દિવસ સુધી ચાલના આ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નિતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા-વિધાનસભાની ચૂંટણી બાદ રજૂ થનાર આ બજેટમાં કેંદ્વની નવી મોદી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ રોજગારી અને જીડીપી પર વધુ ધ્યાન આપવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat budget 2019-20 : આજે નિતિન પટેલ રજૂ કરશે પૂર્ણ બજેટ, કોંગ્રેસે બનાવ્યો ખાસ પ્લાન


આજે ગુજરાતનું બજેટઃ ખેડૂતો, દિવ્યાંગો અને રોજગાર અંગે વિશેષ જાહેરાતની સંભાવના


બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન
નિતિન પટેલના બજેટનું કદ 2019-20 માં 1,91,817 કરોડ રૂપિયા હતું અને તેમણે વિધાનસભામાં ચાર મહિનાના ખર્ચ માટે 63,939 કરોડ રૂપિયાની રકમ રજૂ કરી હતી.  2019-20 દરમિયાન 1548895.00 કરોડના સરકારી ખજાના અને 145022.40 કરોડના ખર્ચનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તે સમયે નાણામંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે નવા પ્રોજેક્ટ પર ખર્ચનું વિવરણ અને નવી યોજનાઓ જુલાઇમાં રજૂ કરવામાં આવશે જેને પૂર્ણ બજેટમાં રાખવામાં આવશે. વધતા જતા ખર્ચ મુજબ બજેટનું કદ બે લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. 



ફેબ્રુઆરીમાં રજૂ થઇ શક્યું ન હતું સંપૂર્ણ બજેટ
ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીના લીધે સરકાર ફેબ્રુઆરીમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાના બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરી આગામી 6 મહિના ખર્ચની જોગવાઇને મંજૂર કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે રજ્યનું બજેટ 2 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. નાણા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તૈયારીઓ હેઠળ બજેટ માટે 64થી વધુ બજેટ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ 2019 થી માર્ચ 2020 સુધી ખર્ચ માટે ફેરફાર કરેલ બજેટ રજૂ થશે. આ પહેલાં લેખાનુદાન વખતે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી 4 મહિનાના ખર્ચ અનુસાર 639.39 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આજે રજૂ કરવામાં આવનાર બજેટમાં સુધારો કરવામાં આવેલા બજેટનું કદ લગભગ 1.91 કરોડથી વધીને બે લાખ કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.