બંધ થઈ રહ્યા છે આ 11 બેંકોના ATM, તમારું પણ ખાતું હોય તો જરૂર વાંચો આ સમાચાર
બેંકિંગ રેગ્યુલેટરે 11 પબ્લિક સેક્ટર બેંકોની નાણાકિય સ્થિતિ બગડવાને કારણે તેને પીસીએમાં નાખી દીધી છે
નવી દિલ્હી : હાલમાં ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા એક સમાચાર પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) લિસ્ટમાં મુકાયેલી બેંકો ઝપાટાભેર પોતાના એટીએમ પર શટર પાટી રહી છે. હકીકતમાં ગ્યુલેટરી ઓર્ડરના કારણે કિંમતમાં ઘટાડો થવાના કારણે ઈન્ડિયન ઓવરસીઝ બેંકો જેવી સંસ્થાઓએ આ પગલાં ભર્યા છે. 11 પબ્લિક સેક્ટર બેંકો જે PCA લિસ્ટમાં આવી છે જેમાં સાત જેટલી બેંકોએ પોતાના એટીએમની સંખ્યામાં ખાસ્સો ઘટાડો કર્યો છે. આરબીઆઈએ આપેલી માહિતી પ્રમાણે એટીએમની સંખ્યા ઘટાડનાર બેંકોની યાદીમાં સેન્ટ્રલ બેંક, અલ્હાબાદ બેંક, ઈન્ડિય ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક અને યુકો બેંકનો સમાવેશ થાય છે.
એટીએમની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો સપ્ટેમ્બર 2015માં પીસીએમાં આવેલી ઈન્ડિય ઓવરસીઝ બેંકે કર્યો હતો. બેંકે પોતાના 15% એટીએમ બંધ કરી દીધા હતા. આ ક્રમમાં UCO બેંક અને કેનરા બેંક બીજા અને ત્રીજા નંબર પર આવે છે. આરબીઆઈના ડેટા પ્રમાણે પીસીએ સ્કીમ હેઠળ તેમની નજરમાં આવેલી બેંકોએ પાછલા વર્ષે 1,635 એટીએમ પોઈન્ટ્સ બંધ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે એટીએમની સંખ્યા પાછલા વર્ષે 2,07,813થી 107 વધીને આ વર્ષે 2,07,920 થઈ છે, જેનાથી એ મતલબ થાય છે કે પીસીએવાળી બેંકોએ જે એટીએમ બંધ કર્યા છે, તેની બીજી બેંકોએ ભરપાઈ કરી છે.
બેંકિંગ રેગ્યુલેટરે 11 પબ્લિક સેક્ટર બેંકોની નાણાકિય સ્થિતિ બગડવાને કારણે તેને પીસીએમાં નાખી દીધી છે. આ બેંકોની હાલત સુધારવા માટે આરબીઆઈએ તેમની લેન્ડિંગ પર અમુક પ્રતિબંધ લગાવી દીધા. આ સિવાય તેમને કોસ્ટ ઘટાડીને અને ઘણાં લેવલ પર બિનજરુરી હાયરિંગને અટકાવી દેવાનો ઓર્ડરઆપ્યો છે.