ભારતમાં પગ મુકતા પહેલાં ટ્રમ્પે દેખાડી દીધો ઠીંગો, કરી મોટી જાહેરાત
અમેરિકન પ્રેસિડન્ટ ભારતની મુલાકાત આવવાના છે અને તેમની આ મુલાકાત વિશે તડામાર તૈયારીઓ થઈ રહી છે.
નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) પોતાના પહેલા ભારત પ્રવાસ દરમિયાન 25 ફેબ્રુઆરીએ દેશના ઉદ્યોગપતિઓને મળશે. હાલમાં આ મીટિંગની તૈયારી ચાલી રહી છે. આ બેઠકમાં મુકેશ અંબાણી, સુનીલ ભારતી મિત્તલ, એન. ચંદ્રશેખરન, આનંદ મહિન્દ્રા, એ.એમ. નાઇક તેમજ કિરણ મજૂમદાર શો શામેલ થઈ રહ્યા છે. આ મીટિંગમાં સરકારના ટોચના અધિકારીઓ તેમજ અમેરિકન કંપનીઓના ઓફિસર ભાગ લઈ રહ્યા છે. આ મિટિંગમાં બંને દેશો વચ્ચે બિઝનેસને પ્રોત્સાહન આપવા વિશે ચર્ચા કરવામાં આવશે. આ તમામ વ્યવસ્થા પર અમેરિકન ડિપ્લોમેટ નજર રાખી રહ્યા છે. આ ફંકશનનું ગેસ્ટ લિસ્ટ વ્હાઇટ હાઉસ સાથે શેયર કરવામાં આવ્યું છે. પ્રેસિન્ડન્ટ ટ્રમ્પની આ મુલાકાત પર ઉદ્યોગજગતને મોટી આશા છે પણ ભારતમાં પગ મુકતા પહેલાં જ ટ્રમ્પે એક મહત્વની જાહેરાત કરીને મોટો ઠીંગો બતાવી દીધો છે.
મુકેશ અંબાણી સહિત ભારતના ટોચના ઉદ્યોગપતિઓને મળશે ડોનાલ્ડ ટ્રમ્પ, આવી શકે છે આ પરિણામ
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ 24-25 ભારતની મુલાકાતે આવવાના છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત મુલાકાત પહેલાં કહ્યું છે કે, તેઓ ભારત સાથે મોટી વેપાર સમજૂતી કરવા માંગે છે પરંતુ આ ડીલ તેઓ ભારત મુલાકાત દરમિયાન નહીં કરે. તેમણે કહ્યું છે કે, તેઓ ખરેખર મોદીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ તેઓ ટ્રેડ ડીલ નહીં કરી શકે તેઓ આ ડીલને આગામી સમય માટે બચાવીને રાખવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન પછી માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે વેપાર વિશે નાની સમજૂતી થઈ શકે છે. ટ્રમ્પે તાજેતરમાં જ ભારત મુલાકાત પહેલા વેપાર સમજૂતી વિશે કહ્યું હતું કે અમે એક સરસ ડીલ કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતનું વેપાર મામલે અમેરિકા સાથે સારું વર્તન નથી. જોકે તે સમયે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવીને તેમના ઘણાં વખાણ કર્યા હતા.
મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનને લઈને કરી મોટી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની આ પહેલી ભારત મુલાકાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, તેમને વડાપ્રધાન મોદી પસંદ છે. PM મોદીએ મને જણાવ્યું હતું કે, ભારત પ્રવાસ દરમિયાન એરપોર્ટથી આયોજન સ્થળ મોટેરા સ્ટેડિયમ વચ્ચે અંદાજે 70 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ હશે. હું મારા ભારત પ્રવાસને લઈને ઉત્સાહીત છુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક