મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનને લઈને કરી મોટી જાહેરાત

મોદી સરકાર તરફથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે.   

Updated By: Feb 18, 2020, 11:07 PM IST
 મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, પેન્શનને લઈને કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ મોદી સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. સરકારે 1 જાન્યુઆરી કે તેનાથી પહેલા નિમાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો ફાયદો આપવાની જાહેરાત કરી છે. 

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના એક સત્તાવાર આદેશ અનુસાર, સરકાર તે કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2004 કે તેનાથી પહેલા સેવામાં આવી ગયા હતા. ભલે તેની નિમણૂંકની તારીખ બાદ થઈ હોય. તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Scheme)નો લાભ આપવામાં આવશે. 

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ અનુસાર, 'આ આદેશ પ્રભાવી રૂપથી ભારત સરકારના તે કર્મચારીઓ માટે છે, જેની 2004 પહેલા ભરતી કરવામાં આવી હતી. તે કર્મચારીઓને કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972 મુજબ કે સ્વિચ કરવાનો વિકલ્પ કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ કવર કરવાનું જારી રહેશે.'

HDFC બેંક અને માસ્ટરકાર્ડની ભાગીદારી, બિઝનેસ ટ્રીપ બનશે સરળ, જાણો ફાયદા

31 મે 2020 અંતિમ તારીખ
કેન્દ્ર સરકારના મંત્રીએ કહ્યું કે, આ વિકલ્પને પસંદ કરવાની અંતિમ તારીખ 31 મે 2020 હશે. જે કર્મચારીઓ આ નક્કી કરેલી તારીખ સુધી વિકલ્પને પસંદ નહીં કરે, તે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ની હેઠળ કવર કરવામાં આવશે. 

લાંબા સમયથી ચાલી રહી હતી માગ
ભારત સરકારના આ આદેશથી ઘણા કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળવાની આશા છે. હકીકતમાં, કેટલાક કર્મચારીઓ  CCS (પેન્શન) નિયમ 1972 એટલે કે જૂની પેન્શન યોજના હેઠળ આવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવી રહ્યાં હતા. 

ઐતિહાસિક નિર્ણય
જિતેન્દ્ર સિંહે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ચાલી આવી રહેલા માગને પૂરી કરવા માટે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...