Brightcom Group Share: બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડના શેર છેલ્લા ઘણા સેશન્સથી ચર્ચામાં છે. કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડના શેર એક મહિનામાં 32 ટકા ઘટી ગયા છે. તો આ વર્ષે અત્યાર સુધી 50 ટકા તૂટી ગયા છે. નોંધનીય છે કે મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ 14 જૂનથી બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડમાં કારોબાર સસ્પેન્ડ કરવાના સમાચાર છે. આવું એટલા માટે કારણ કે કંપનીએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2023માં સમાપ્ત તયેલા સતત બે ક્વાર્ટરના નાણાકીય પરિણામ જાહેર કર્યાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોક એક્સચેન્જ પ્રમાણે જ્યાં સુધી કંપની નિયમોનું પાલન કરતી નથી ત્યાં સુધી સસ્પેન્ડશન યથાવત રહેશે. સસ્પેન્ડશનના 15 દિવસ બાદ નિયમ ન માનનારી કંપનીના શેરમાં છ મહિના માટે દર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ (ઝેડ શ્રેણી) માં કારોબારના બદલે કારોબારના આધાર પર ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવશે. પરંતુ બીએસઈએ કહ્યું કે જો કંપની 11 જૂન સુધી સેબીના એલઓડીઆર નિયમોનું પાલન કરે છે તો ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં. આ વચ્ચે શુક્રવાર એટલે કે 24 મેએ શેર 4.98 ટકા વધી 9.49 રૂપિયા પર બંધ થયો હતો. 


આ પણ વાંચોઃ પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે લોન્ચ થશે 4 નવા આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP


92 ટકા થયો ઘટાડો
બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડનો શેર છેલ્લા એક વર્ષમાં નેગેટિવ રિટર્ન આપી રહ્યો છે. એક વર્ષમાં તેમાં 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો બ્રાઇટકોમ ગ્રુપ લિમિટેડના શેર 2021થી અત્યાર સુધી 92 ટકા તૂટી ગયો છે. આ દરમિયાન તેની કિંમત 117 રૂપિયાથી ઘટી વર્તમાન પ્રાઇઝ પર આવી ગઈ છે. 52 વીકનો હાઈ 36.82 રૂપિયાથી આ શેર 98 ટકા તૂટી ગયો છે. તેની 52 વીકની લો પ્રાઇઝ 8.59 રૂપિયા છે. 


કંપનીનો કારોબાર
તમને જણાવી દઈએ કે બ્રાઇટકોમ ગ્રુપ ભારત-આધારિત સેવા કંપની છે જે ડિજિટલ માર્કેટિંગ સેવાઓ પ્રદાન કરવા અને કમ્પ્યુટર સોફ્ટવેર અને સેવાઓના વિકાસમાં સક્રિય છે. કંપની બે સેગમેન્ટ ડિજિટલ માર્કેટિંગ સેગમેન્ટ અને સોફ્ટવેર ડેવલોપમેન્ટ સેગમેન્ટ દ્વારા કામ કરે છે. કંપનીનું માર્કેટ કેપ 1915.01 કરોડ રૂપિયા છે.