IPO Next Week : પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે લોન્ચ થશે 4 નવા આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP

IPO Next Week : આગામી સપ્તાહે એસ્ટ્રોન ઈલેક્ટ્રોનિક્સ, ઝેડ-ટેક ઈન્ડિયા, બીકોન ટ્રસ્ટીશિપ અને વિલાસ ટ્રાન્સકોરનો આઈપીઓ લોન્ચ થઈ રહ્યાં છે. 

આઈપીઓ

1/5
image

IPO Next Week : પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહે 4 નવા આઈપીઓ લોન્ચ થવાના છે. આ દરેક એસએમઈ આઈપીઓ છે. તેમાં એમ્ટ્રોન ઈલેક્ટ્રોનિક્સ, ઝેડ-ટેક ઈન્ડિયા, બીકોન ટ્રસ્ટીશિપ અને વિલાસ ટ્રાન્સકોરના આઈપીઓ સામેલ છે. આ સિવાય ઈન્વેસ્ટર પહેલાથી ઓપન બે આઈપીઓમાં પણ પૈસા લગાવી શકે છે. જીએસએમ ફોઇલ્સના 11.01 કરોડના આઈપીઓમાં 28 મે સુધી પૈસા લગાવી શકે છે. આ આઈપીઓ અત્યાર સુધી 18.43 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. તો ઓફિસ સ્પેસ સોલ્યુશન્સના આઈપીઓમાં 27 મે સુધી બોલી લગાવી શકાય છે. આ આઈપીઓને 11.45 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 28 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.

એસ્ટ્રોમ ઈલેક્ટ્રોનિક્સ આઈપીઓ (Aimtron Electronics IPO)

2/5
image

આ 87.02 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 30 મેએ ખુલશે અને 3 જૂને બંધ થશે. શેરનું લિસ્ટિંગ 6 જૂને થશે. 

ઝેડ-ટેક ઈન્ડિયા આઈપીઓ (Ztech India IPO)

3/5
image

આ 37.30 કરોડ રૂપિયાનો એસેમઈ આઈપીઓ 29 મેએ ખુલશે અને 31 મેએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 6 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 110 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 30 રૂપિયાના પ્રીમીયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 27.27 ટકાના પ્રીમિયમ સાથે 140 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

બીકોન ટ્રસ્ટીશિપ આઈપીઓ (Beacon Trusteeship IPO)

4/5
image

આ 32.52 કરોડનો એસએમઈ આઈપીઓ 28 મેએ ખુલશે અને 30 મેએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 4 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના પ્રીમિયમના મુકાબલે 40 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર શેર 66.67 ટકાના પ્રીમિયમ સાથે 100 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.   

વિલાસ ટ્રાન્સકોર આઈપીઓ (Vilas Transcore IPO)

5/5
image

આ 95.26 કરોડનો એસએમઈ આઈપીઓ 27 મેએ ખુલશે અને 29 મેએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 3 જૂને થશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 147 રૂપિયાની ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 45 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર શેર 30.61 ટકાના પ્રીમિયમ સાથે 192 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.