Stock Market Update: ઉછાળા સાથે બંધ થયું બજાર, તેજીમાં પણ આ શેરે રોકાણકારોને ચિંતામાં મૂક્યા
આજે સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજારમાં આખો દિવસ હરિયાળી જોવા મળી અને હવે તેજી સાથે જ બજાર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 712.46 પોઈન્ટના વધારા સાથે 57570.25 પોઈન્ટના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 121.05 પોઈન્ટની તેજી સાથે 37499.20ના સ્તરે બંધ થયો.
Stock Market Closing: આજે સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજારમાં આખો દિવસ હરિયાળી જોવા મળી અને હવે તેજી સાથે જ બજાર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 712.46 પોઈન્ટના વધારા સાથે 57570.25 પોઈન્ટના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 121.05 પોઈન્ટની તેજી સાથે 37499.20ના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એસબીઆઈ લાઈફ ઈન્શ્યૂરન્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, સન ફાર્મા, કોઈલ ઈન્ડિયાના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ટાટા સ્ટીલ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસીના શેર રહ્યા.
ટોપ લૂઝર્સ
તેજીમાં પણ કેટલાક કંપનીના શેર એવા જોવા મળ્યા જેણે રોકાણકારોને રોવડાવ્યા. નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ડો.રેડ્ડીઝ લેબ્સ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, દિવીસ લેબ્સ, એક્સિસ બેંકના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એક્સિસ બેંકના શેર જોવા મળ્યા.
તેજી સાથે ખુલ્યું હતું બજાર
ભારતીય શેર બજારમાં આજે ફૂલગુલાબી તેજીનો માહોલ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 508.65 પોઈન્ટ (0.89 ટકા)ની તેજી સાથે 57366.44 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 154.70 (0.91ટકા) પોઈન્ટની તેજી સાથે 17084.30ના સ્તરે ખુલ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube