Stock Market Closing: ભારતીય શેર બજારોમાં આજે અઠવાડિયાના છેલ્લા દિવસે વેચાવલી હાવી રહી. બજારમાં 8 દિવસથી જે તેજી હતી તેના પર બ્રેક લાગી ગઈ. દિગ્ગજ શેરોમાં વેચાવલી જોવા મળી. સવારે ખુશનુમા માહોલ બાદ અચાનક બજારમાં કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ આજે 651.85 પોઈન્ટ તૂટીને 59646.15 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી પણ 198.05 પોઈન્ટ ગગડીને 17758.45ના સ્તરે બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં અદાણી પોર્ટ્સ, લાર્સન, ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, બજાજ ઓટોના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં લાર્સન, ઈન્ફોસિસ, ટીસીએસના શેર રહ્યા. 


Gold Price Today: જન્માષ્ટમી પર ઘટ્યા સોના-ચાંદીના ભાવ, ઝટપટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ


Gratuity New Rules: કર્મચારીઓ આનંદો! હવે 1 વર્ષ નોકરી કરશો તો પણ મળશે ગ્રેજ્યુઈટી, જાણો નવા નિયમો


વૈશ્વિક બજારના હાલ
બીજી બાજુ નબળી શરૂઆત બાદ અમેરિકી બજારમાં સ્થિતિ સુધરતી જોવા મળી અને ડાઉ જોન્સ 150 અંક તથા નાસ્ડેક 100 અંકની તેજી સાથે બંધ થયા. યુએસ બજારોમાં હળવી લીડ જોવા મળી છે. SGX નિફ્ટ હળવા ઘટાડા સાથે બંધ થયા. ભારતીય શેર બજાર પર ગ્લોબલ સેન્ટીમેન્ટની અસર જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube