Stock Market Updates: આજે સવારે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ બજાર ધીરે ધીરે તેજીમાં સરકવા માંડ્યું અને આખો દિવસ કારોબાર બાદ લીલા નિશાન સાથે બંધ થયા. આજે બજાર બંધ થયા ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 246.47 અંક એટલે કે 0.45 ટકાની તેજી સાથે 54,767.62 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 49.60 અંક એટલે કે 0.30 ટકાની તેજી સાથે 16,328.10 અંક પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ 5 ગેઈનર્સમાં એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ, એપોલો હોસ્પિટલ અને અલ્ટ્રાટેક સીમેન્ટના શેર્સ જોવા મળ્યા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ 5 ગેઈનર્સમાં એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એમએન્ડએમ, ટાટા સ્ટિલ અને અલ્ટ્રાટેક સિમન્ટના શેર રહ્યા. 


Gold Rate today: સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ


ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ઓએનજીસી, નેસલે, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક અને ટાટા કોન્સ, પ્રોડના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં નેસલે, એચસીએલ ટેક, સન ફાર્મા, કોટક મહિન્દ્રા, ડો.રેડ્ડીઝ લેબ્સના શેર રહ્યા. 


RBI Imposes Restrictions: આ બેંકમાં ખાતું હોય તે ગ્રાહકો સાવધાન...15,000 રૂપિયાથી વધારે નહીં ઉપાડી શકો


એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેર 8.30 અંક એટલે કે 1.19 ટકાના ઘટાડા સાથે 688.20 પર ટ્રેડ કરતા જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube