Gold Rate today: સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rates Today, 19 July 2022: ભારતીય શરાફા બજારમાં આજે  સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Gold Rate today: સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Rates Today, 19 July 2022: ભારતીય શરાફા બજારમાં આજે  સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 50493 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી 55204 રૂપિયે વેચાઈ રહી છે. 

ibjarates ના ભાવ મુજબ 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 50291, 916 પ્યોરિટીવાળું સોનું 46252 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 37870 રૂપિયે વેચાઈ રહ્યુ્ં છે. 585 પ્યોરિટીવાળું સોનું 29538 રૂપિયે વેચાય છે. જ્યારે 999 શુદ્ધતાવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 55204 રૂપિયા જોવા મળ્યો. 

કેટલું સસ્તું થયું?
999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 19 જુલાઈના રોજ સવારે 174 રૂપિયા સસ્તું થયું. જ્યારે 995 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 179 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 916 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 167 રૂપિયાનો ઘટાડો થયો. જ્યારે 750 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 152 રૂપિયા ઘટાડો નોંધાયો. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવમાં 410 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news