Stock Market Closing On 29th August 2022: ભારતીય શેર બજારમાં આજે અઠવાડિયાના પહેલા જ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બજાર સવારે મસમોટા કડાકા સાથે ખુલ્યા. આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન સાથે જ બંધ થયા છે. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 861.25 પોઈન્ટના ઘટાડા સાથે 57972.62 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 246 પોઈન્ટના કડાકા સાથે 17312.90 ના સ્તરે બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
બજારમાં ભારે ઉથલપાથલના વાતાવરણ વચ્ચે પણ કેટલાક શેર એવા જોવા મળ્યા જેમણે રોકાણકારોને હાશકારો કરાવ્યો. નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બ્રિટાનિયા, મારુતિ સુઝૂકી, એપોલો હોસ્પિટલ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સના ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, આઈટીસી, M&Mના શેર જોવા મળ્યા. 


ટોપ લૂઝર્સ
જે શેર્સે આજે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા તેમાં નિફ્ટી અને સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસના શેર રહ્યા. 


Reliance Industries AGM 2022: રિલાયન્સની AGMમાં 5G સેવા પર થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે લોન્ચ થશે


બજારના સવારના હાલ
વૈશ્વિક બજારમાં જોવા મળેલા મોટા કડાકાના પગલે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં કોહરામ મચી ગયો. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ગગડી ગયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો. 


ફેડ ચેરમેનના નિવેદનથી તૂટ્યું બજાર
બીજી બાજુ ફેડ ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારી પર આપેલા નિવેદનથી અમેરિકી બજારમાં ભારે કડાકો જોવા મળ્યો. ડાઉ ફ્યૂચર્સ 300 અંક તૂટ્યો જ્યારે SGX નિફ્ટીમાં 350 અંકોનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ 3 ટકા તૂટ્યો. આ અગાઉ શુક્રવારે ડાઉ જોન્સ 1008 અંક તૂટીને દિવસન નીચલા સ્તરે બંધ થયો. 


Reliance AGM: મોટા ખુશખબર! રિલાયન્સ હવે સસ્તામાં વેચશે ખાણીપીણીનો સામાન, લોન્ચ કરશે FMCG Business


જાણો શું કહ્યું?
અત્રે જણાવવાનું કે સતત વધતી મોંઘવારી પર ફેડ ચેરમેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સમય લાગશે. મોંઘવારી વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. તેમણે આવનારા સમયમાં વ્યાજદરમાં પણ વધારાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે થોડા સમય માટે પોલીસી Restrictive રહી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube