Stock Market Closing: અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેર બજારોમાં આજે તેજી જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે 442.65 અંકના વધારા સાથે 59245.98 ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 126.30 પોઈન્ટના વધારા સાથે 17665.80 ના સ્તર પર બંધ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી સન ફાર્મા, એનટીપીસીના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં સન ફાર્મા, આઈટીસી, એનટીપીસી, રિલાયન્સ, લાર્સનના શેર જોવા મળ્યા. 


ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં બજાજ ઓટો, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, બ્રિટાનિયા, એપોલો હોસ્પિટલના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, પાવર ગ્રિડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સના શેર જોવા મળ્યા. 


સવારના હાલ
વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા પરિણામો વચ્ચે નવા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ  દિવસે આજે ભારતીય શેરબજારોમાં બજાર ખુલવાના ટાણે ઉતાર ચડાવનો માહોલ જોવા મળ્યો. સેન્સેક્સ શરૂઆતમાં લીલા અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. પણ ત્યારબાદ બંને ઉપર ચડતા જોવા મળી રહ્યા છે. 30 અંકવાળો સેન્સેક્સ 10.75 અંકની તેજી સાથે 58,814.08 અંક પર ખુલ્યો, જ્યારે 50અંકવાળો નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યો હતો. શરૂઆતમાં સૌથી વધુ નબળાઈ કોટક મહિન્દ્રા બેંકના શેરમાં જોવા મળી રહી હતી. ત્યારબાદ બજારની સ્થિતિ મજબૂત થતી જોવા મળી. સવારે પોણા દસ વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 231.17 પોઈન્ટના વધારા સાથે 59034.50 ના સ્તરે જોવા મળ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 104.40ના વધારા સાથે 17643.90 ના સ્તરે જોવા મળ્યો હતો.