Stock Market Closing: લીલા નિશાન સાથે બંધ થયું શેરબજાર, ટોપ ગેઈનર્સ વિશે જાણવું તમારે ખુબ જરૂરી
ભારતીય શેર બજાર આજે સવારે લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસના અંતમાં લીલા નિશાન સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 104.92 પોઈન્ટના વધારા સાથે 59793.14 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 34.50 પોઈન્ટના વધારા સાથે 17833.30ના સ્તરે બંધ થયો.
Stock Market Closing: ભારતીય શેર બજાર આજે સવારે લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસના અંતમાં લીલા નિશાન સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 104.92 પોઈન્ટના વધારા સાથે 59793.14 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 34.50 પોઈન્ટના વધારા સાથે 17833.30ના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકના શેર જોવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, મારુતિ સુઝૂકીના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
તેજીમાં પણ જે શેરમાં નબળાઈ જોવા મળી તેમાં નિફ્ટી ટોપ લૂઝર્સમાં એમ&એમ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઈફ, લાર્સનના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એમ&એમ, લાર્સન, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપનીના શેર જોવા મળ્યા.
કયા સેક્ટરના શું રહ્યા હાલ
આજે નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. આ ઉપરાંત ફાઈનાન્શિયલ સર્વિસિઝ, મીડિયા, ફાર્મા, રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વેચાવલી જોવા મળી. આ તમામ સેક્ટર લાલ નિશાનમાં ક્લોઝ થયા છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો. અમેરિકી બજાર દિવસની ઊંચાઈ સાથે બંધ થયો. ડાઉ જોન્સ 193 અંક ચડીને બંધ થયો. જ્યાર નાસ્ડેકમાં 0.60 ટકા અને S&P 500 માં 0.66 ટકાની તેજી જોવા મળી. ફેડ ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારી પર લગામ લગાવવા માટે વ્યાજ દર વધારવાની વાત ફરીથી કરી છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે 21 સપ્ટેમ્બરના રોજ ફેડ 0.7 ટકાનો વધારો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube