નવી દિલ્હીઃ Stock Market Closing On 28 March 2024: નાણાકીય વર્ષ 2023-24 માં ભારતીય શેર બજારનું છેલ્લું કારોબારી સત્ર ઈન્વેસ્ટરો માટે સુખદ રીતે બંધ થયું છે. બેન્કિંગ એફએમસીજી સ્ટોક્સમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સમાં એક સમયે 1200 પોઈન્ટની તેજી જોવા મળી તો નિફ્ટીમાં 390 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ નફાખોરીને કારણે દિવસના હાઈથી બજાર નીચે આવી ગયું હતું. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ 655 પોઈન્ટના ઉછાળ સાથે 73651 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટની તેજી સાથે 22327 પોઈન્ટ પર બંધ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડમાં બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઇન્ફ્રા, કંઝ્યુમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓયલ તથા ગેસ સેક્ટરના સ્ટોક્સમાં જોરદાર તેજી જોવા મળી છે. મીડિયા એકમાત્ર સેક્ટર છે જેના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપના શેરમાં પણ ખરીદી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાંથી 26 તેજીની સાથે જ્યારે 4 ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરમાં 42 તેજીની સાથે જ્યારે 8 લાલ નિશાન પર બંધ થયા હતા.


ઈન્ડેક્સના નામ બંધ થવાનું સ્તર હાઈ સ્તર લો સ્તર ટકાવારી ફેરફાર
BSE Sensex 73,651.35 74,190.31 73,120.33 0.90%
BSE SmallCap 43,166.34 43,418.78 43,145.54 0.33%
India VIX 12.83 13.18 12.26 1.02%
NIFTY Midcap 100 48,075.75 48,250.25 47,785.20 0.50%
NIFTY Smallcap 100 15,270.45 15,397.15 15,251.20 0.04%
NIfty smallcap 50 7,029.95 7,084.25 7,021.40 0.06%
Nifty 100 22,920.70 23,090.20 22,747.55 0.98%
Nifty 200 12,329.75 12,413.15 12,252.55 0.91%
Nifty 50 22,326.90 22,516.00 22,163.60 0.92%

ઈન્વેસ્ટરોની સંપત્તિમાં 3 લાખ કરોડની તેજી
શેર બજારમાં જોરદાર તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 386.91 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું જે પાછલા સત્રમાં 383.85 લાખ કરોડ રૂપિયાનું હતું. આજના ટ્રેડમાં ઈન્વેસ્ટરોની સંપત્તિમાં 3.06 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 


તેજી અને ઘટનાર શેર
આજના કારોબારમાં બજાજ ફાઇનાન્સ 3.91 ટકા, બજાજ ફિનસર્વ 3.09 ટકા, SBI 2.53 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.26 ટકા, પાવર ગ્રીડ 2.21 ટકા, ટાટા સ્ટીલ 2 ટકા અને લાર્સન 1.83 ટકાની તેજી સાથે બંધ થયા છે. જ્યારે એક્સિસ બેન્ક 0.50 ટકા, રિલાયન્સ 0.37 ટકા, ટેક મહિન્દ્રા 0.26 ટકા અને એચસીએલ ટેક 0.26 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.