Stock Market Closing: શેર બજારમા તેજીના માહોલથી રોકાણકારો ખુશખુશાલ, આ શેરે કરાવી બમ્પર કમાણી
Stock Market Updates: ભારતીય શેર બજારમાં સતત 3 સેશનથી ઉછાળો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર ગુલઝાર જોવા મળ્યું. બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં જ કારોબાર થતો રહ્યો. ત્યારબાદ લીલા નિશાન સાથે જ બંધ થયું.
Stock Market Updates: ભારતીય શેર બજારમાં સતત 3 સેશનથી ઉછાળો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર ગુલઝાર જોવા મળ્યું. બજાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં જ કારોબાર થતો રહ્યો. ત્યારબાદ લીલા નિશાન સાથે જ બંધ થયું. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 629.91 પોઈન્ટ એટલે કે 1.15 ટકાની તેજી સાથે 55,397.53 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટી 154.70 અંક એટલે કે 0.95 ટકાની તેજી સાથે 16,495.25 પોઈન્ટ પર બંધ થયો.
વૈશ્વિક બજારો પર નજર ફેરવીએ તો અમેરિકી બજારમાં પણ શાનદાર તેજી જોવા મળી. ડાઉ જોન્સ 750 અંક ઉછળીને દિવસની ઉંચાઈ પર બંધ થયો. નાસ્ડેકમાં પણ 3 ટકાની તેજી જોવા મળી. મંગળવારે ઘરેલુ શેર બજારમાં FIIs એ કેશમાં 967 કરોડ રૂપિયાની ખરીદી કરી જ્યારે DIIS એ કેશમાં 101 કરોડ રૂપિયાની ખરીદી કરી.
ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટેક, ટીસીએસ, રિલાયન્સના શેર જોવા મળ્યા. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ, રિલાયન્સ અને ઈન્ફોસિસ ટોપ 5 ગેઈનર્સમાં જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં એચડીએફસી લાઈફ, એમએન્ડએમ, આઈશર મોટર્સ, સન ફાર્મા, અદાણી પોર્ટના શેર રહ્યા જ્યારે સેન્સેક્સમાં એમએન્ડએમ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલના શેર જોવા મળ્યા.
એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેર 1.75 અંક એટલે 0.25 ટકાના ઘટાડા સાથે 687.10 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube