Adani Group Share Down: શેર બજાર (Share Market) ને ગણતરીનો શરૂઆતી ટ્રેંડ પસંદ આવી રહ્યો નથી. મોટા ઘટાડા સાથે બજારમાં ખુલ્યું છે. સૌથી મોટો ઘટાડો અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોવા મળી રહ્યો છે. ગઇકાલે જેટલી જોવા મળી હતી આજે એટલો જ મોટો ઘટાડો ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 9:30 વાગે નિફ્ટીમાં લગભગ 600 પોઇન્ટનો ઘટાડો નોધાયો હતો. જ્યારે બેંક નિફ્ટીમાં 1500 પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે સરકારી કંપનીઓના શેરમાં ઘટાડો હાવી છે. જો સ્ટોકની વાત કરીએ તો એક્ઝિટ પોલના અનુસાર રિઝલ્ટ જોવા મળશે નહી તો બજારમાં થોડું કરેક્શનની સંભાવના છે. 


નિફ્ટી, બેંક નિફ્ટીમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો છે. અદાણી પોર્ટ્સના શેરમાં 9 ટકાનો ઘટાડો, અદાણી પાવરમાં 10 ટકાનો ઘટાડો, અંબુજા સીમેન્ટમાં 10 ટકાનો ઘટાડો, અદાણી એન્ટરપ્રાઇઝમાં 10 ટકા ઘટાડો જોવા મળી રહ્યું છે. 


Stocks To Buy: રિઝ્લ્ટ દરમિયાન આ 10 Stocks પરથી હટાવતા નહી નજર, જોવા મળશે મોટી એક્શન


LIC માં 10 ટકા, HAL માં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. રિલાયન્સમાં સાડા 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 


બજાર ખૂલ્યાના પાંચ મિનિટમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો
શેર બજાર ખૂલ્યાની પાંચ મિનિટની અંદર જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો છે અને 1147.89 પોઇન્ટ એટલે કે 1.50 ટકા ઘટીને 75,320.89 પર કરી રહ્યો છે. એનએસઇ નિફ્તી 9:19 મિનિટે 399.15 પોઇન્ટ એટલે 1.72 ટકાના ઘટાડા સાથે 22864 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. 


લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે આજે ચર્ચામાં છે આ Stocks, ઇંટ્રાડેમાં અહીં રાખો નજર


15 મિનિટમાં 14 લાખ કરોડ ડૂબ્યા
ચૂંટણી પરિણામો વચ્ચે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, TCSના શેરમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સન ફાર્માના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં અરાજકતાના કારણે રોકાણકારોને 15 મિનિટમાં 14.27 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


સોમવારે બજાર 3 ટકાથે વધુ બઢત સાથે બંધ થયું હતું. એવામાં આજે શું રિએક્શન આવે છે તે જોવાનું રહ્યું. નિફ્ટ 733 પોઇન્ટ ચઢીને 23,263 પર બંધ થયો હતો. સેન્સેક્સ 2507 પોઇન્ટ વધીને 76,468 પર બંધ થયો હતો અને નિફ્ટી બેંક 1996 પોઇન્ટ વધીને 50,979 પર બંધ થયો હતો. 


Stock Market LIVE: Gift Nifty માં ઘટાડો
બજાર ખૂલતાં પહેલાં Gift Nifty માં 190 પોઇન્ટથી વધુનો ઘટાડો આવી રહ્યો છે અને આ 23,390 ની આસપાસ ટ્રેંડ કરી રહ્યો છે.