Stock Market Crashed: રોકાણકારો માટે આ સપ્તાહ ઘણું ખરાબ રહ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 4100 પોઈન્ટ તૂટ્યો હતો. જેના કારણે રોકાણકારોને લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા મડાગાંઠની શેરબજારો પર પ્રતિકૂળ અસર થઈ છે. તે જ સમયે, ચીનના સ્ટીમ્યુલસ પેકેજે ભારતીય શેરબજારને પણ આંચકો આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે સેન્સેક્સમાં 1769 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે પણ સેન્સેક્સ 809 પોઈન્ટ ગગડી ગયો હતો. નિફ્ટી આજે 1 ટકાના ઘટાડા બાદ 25000 ની નીચે આવી ટ્રેડ કરવા લાગ્યો હતો. છેલ્લા પાંચ કારોબારી દિવસમાં સેન્સેક્સ 4149 પોઈન્ટ તૂટ્યો છે. જેના કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 15.9 કરોડ રૂપિયા ઘટી 461.26 લાખ કરોડ રૂપિયા સુધી રહી ગયું છે. મહત્વનું છે કે સેન્સેક્સ અને નિફ્ટીનો જૂન 2022 બાદ આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું છે. આ સપ્તાહે સેન્સેક્સમાં 4.3 ટકા અને નિફ્ટીમાં 4.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


મળી હતી ચેતવણી
સંસ્થાકીય રોકાણકારોએ પહેલાથી જ ઊંચા મૂલ્યાંકન અંગે ચેતવણી આપી હતી. ચીન દ્વારા પેકેજની જાહેરાતથી વિદેશી રોકાણકારોનું વલણ બદલાઈ ગયું છે. FII ભારતીય શેરબજારોમાંથી નાણાં ઉપાડી રહ્યાં છે અને ચીનના શેરબજારમાં રોકાણ કરી રહ્યાં છે. ત્યાં ભારતીય શેરબજારની સરખામણીમાં સસ્તા મૂલ્યાંકન છે.


આ પણ વાંચોઃ ભાડા કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ


ઈરાન-ઈઝરાયલે વધારી ચિંતા
ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ FII વધુ સતર્ક થઈ ગયા છે. તે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં પૈસા લગાવતા પહેલા બે વખત વિચારવા પર મજબૂત થયા છે. ગુરૂવાર સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર વિદેશી સંસ્થાગત ઈન્વેસ્ટરોએ 32000 કરોડ રૂપિયાના શેર ઘરેલું શેર બજારમાં વેચ્યા છે. માત્ર ગુરૂવારે વિદેશી ઈન્વેસ્ટરોએ 15243 કરોડ રૂપિયા ભારતીય શેરબજારમાંથી બહાર કાઢ્યા હતા. આ કોઈ એક દિવસમાં  FII દ્વારા સૌથી મોટો ઉપાડ છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. હંમેશા તમારા એડવાઇઝરની સલાહ લો)