Jaiprakash Associates Ltd: જેપી ગ્રુપ (Jaypee Group) ની કંપનીઓની સમસ્યાઓ ખતમ થવાનું નામ લઇ રહી નથી. ગ્રુપની જ કંપની જયપ્રકાશ એસોસિએટ્સને (Jaiprakash Associates Ltd‌) રેગુલેટરીને આપેલી જાણકારીમાં કહ્યું કે તે 4616 કરોડ રૂપિયાની લોનને સમયસર ચૂકવવામાં અસફ્ળ રહ્યા છે. આ લોનને ચૂકવવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ

તમને જણાવી દઇએ કે આ લોન 1751 કરોડ રૂપિયા છે અને તેના પર 2865 કરોડ રૂપિયાનું વ્યાજ લાગ્યું છે. જય પ્રકાશ એસોસિએટ્સ લિમિટેડે જાણકારીમાં કહ્યું કે કંપની કુલ 29,805 કરોડ રૂપિયા (વ્યાજ સહિત) ને 2037 સુધી ચૂકવવાના છે. જેની સામે 30 એપ્રિલ 2024 સુધી 4616 કરોડ રૂપિયાનું દેવું છે. તમને જણાવી દઈએ કે, કંપનીએ આ લોન અલગ-અલગ બેંકો પાસેથી લીધી છે.


શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ


શું કંપનીનો પ્લાન
29,805 કરોડ રૂપિયાની કુલ લોનમાં કંપનીની યોજના 18,955 કરોડ રૂપિયાને સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ટ્રાંસફર કરવાના છે. કંપનીએ આ આખા મુદ્દા પર તમામ ભાગીદારો સાથે વાત કરી લીધી છે. જોકે આ મુદ્દે હજુ NCLT ની મંજૂરી બાકી છે. જયપ્રકાશ એસોસિએટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક જવાબદાર ઋણદાતા તરીકે અમે સતત લોન ચૂકવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સિમેન્ટ બિઝનેસના ડિસઇન્વેસ્ટમેન્ટ વગેરે માટેની લોન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જય પ્રકાશ એસોસિએટ્સ પણ આ તમામ નાણાકીય સમસ્યાઓને લઈને કોર્ટમાં લડાઈ લડી રહી છે. ICICI બેંકે કંપનીની નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે NCLT અલ્હાબાદમાં અરજી દાખલ કરી છે.


Alert: સરકારી બેંકે ગ્રાહકોને જાહેર કર્યું એલર્ટ, 1 મહિનામાં બંધ થઇ જશે આવા એકાઉન્ટ!
ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ


94% તૂટી ચૂક્યા છે શેર
4 જાન્યુઆરી 2008 ના રોજ જય પ્રકાશ એસોસિએટ્સના શેરોનો ભાવ 323 રૂપિયાના લેવલ પર હતો. જોકે આજે 17.25 રૂપિયાના ઇંટ્રા-ડે લો લેવલ સુધી પહોંચી ગયા. એટલે કે અત્યાર સુધી કંપનીના શેરોમાં 95 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કંપનીના શેર 1.30 મિનિટ પર 4 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે આ ઘટાડા બાદ પણ સ્ટોકનો ભાવ 52 અઠવાડિયાના લો લેવલ 6.92 રૂપિયાના સ્તરથી લગભગ 3 ગણો વધુ છે. 


ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા


(અહીં આપવામાં આવેલી જાણકારી શેરના પ્રદર્શનના આધારે છે. જોકે સ્ટોક માર્કેટમાં રોકાણ બજાર જોખમને આધિન છે એટલા માટે રોકાણ કરતાં પહેલાં કોઇ સર્ટિફાઇટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે સલાહ જરૂર લો. તમને થનાર કોઇપણ નુકસાન માટે ZEE 24 KALAKA જવાબદાર રહેશે નહી.) 


Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
ગોરાઓને પ્રેમ ઉભરાયો, અમેરિકામાં લોકો ગાયને 1 કલાક વ્હાલ કરવાના ચૂકવે છે ₹ 25,000