Stock Market Updates: વૈશ્વિક બજારમાં મળેલા સારા સંકેત અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી ગુરુવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. ગુરુવારે સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ લીલા નિશાન સાથે કારોબારની શરૂઆત કરી. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 395.71 અંકની તેજી સાથે 54,146.68 પર ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 16,113.75 અંક પર ખુલ્યો. પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 29 શેરમાં તેજી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્સેક્સ અને નિફ્ટી મચાવી રહ્યા છે ધમાલ
હાલ બીએસઈ સેન્સેક્સ 316.07ના વધારા સાથે 54,067.04 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 101.90ના વધારા સાથે 16091.70 પર કારોબાર થઈ રહ્યો છે. 


ગ્લોબલ શેર માર્કેટના હાલ
બીજી બાજુ ગ્લોબલ શેર બજારમાં થયેલી ખરીદીના કારણે અમેરિકી શેરબજારમાં હળવી તેજી જોવા મળી. ડાઉ જોન્સ 400 અંકની તેજી સાથે 70 અંક ઉપર ચડીને બંધ થયો. આઈટી શેર સતત બજારને મજબૂતી આપી રહ્યા છે. યુરોપીયન બજારમાં 1.5 ટકા સુધીની તેજી જોવા મળી. એશિયન માર્કેટમાં પણ મજબૂતાઈ જોવા મળી. 


આ અગાઉ બુધવારે લાંબા સમય બાદ શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. કારોબારી સત્રના અંતમાં 30 અંકવાળો બીએસઈ સેન્સેક્સ 616.62 અંક ઉછળીને 53,750.97 અંક પર  બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 178.95 અંકની તેજી સાથે 15,989.80 અંક પર બંધ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube