Stock Market: અમેરિકામાં હાહાકારથી ભારતીય બજારોમાં કોહરામ, સેન્સેક્સ-નિફ્ટી ધડામ, રોકાણકારોના શ્વાસ અદ્ધર
વૈશ્વિક બજારોમાં કોહરામ મચવાના પગલે ભારતીય શેર બજારોમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર ખુલતા જ કોહરામ મચી ગયો છે. સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારોમાં કોહરામ મચવાના પગલે ભારતીય શેર બજારોમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર ખુલતા જ કોહરામ મચી ગયો છે. સેન્સેક્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ 4000 અંક સુધી ગગડી ગયો અને બજાર ખુલતા જ સેન્સેક્સમાં 2393 પોઈન્ટનો સૌથી મોટો ઘટાડો નોંધાયો.
શેર બજારમાં ગત સપ્તાહ શુક્રવારે મોટો કડાકો જોવા મળ્યો હતો. તમામ મોટી કંપનીઓના શેર પત્તાની જેમ વિખરાયા હતા. અમેરિકામાં મંદીની આહટથી અમેરિકી શેર બજાર હલી ગયું. જેની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી હતી. હવે સપ્તાહનો પહેલો કારોબારી દિવસ સોમવાર પણ અત્યારે બ્લેક મંડે જેવો જોવા મળી રહ્યો છે.
બજાર ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો
ભારતીય શેર બજારોમાં આજે ગ્લોબલ બજારોમાં ભારે ભરખમ વેચાવલીના પગલે મોટા કડાકા સાથે શરૂઆત જોવા મળી. સેન્સેકસ ગઈ ક્લોઝિંગની સરખામણીમાં લગભગ 2400 અંક તૂટીનો ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 400થી વધુ પોઈન્ટના નુકસાન સાથે ખુલ્યો. બેંક નિફ્ટી 760 અંક નીચે ખુલ્યો. સેન્સેક્સ 2393 અંક તૂટીને 78,588 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 415 અંક તૂટીને 24,302 પર ખુલ્યો. બેંક નિફ્ટી 764 અંકના નુકસાન સાથે 50,586 સ્તર પર ખુલ્યો. સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 480 અંક નીચે હતો. રિયાલ્ટી સેક્ટરમાં લગભગ 4 ટકાનો ઘટાડો આવ્યો હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સ પણ 3 ટકા તૂટ્યો હતો.
એશિયન બજારો સહિત ગિફ્ટ નિફ્ટી, અને અમેરિકી વાયદા બજારમાં તગડો ઘટાડો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી 350 અંકથી વધુનો મોટો કડાકો નોંધાવી રહ્યો હતો. નિક્કેઈ 2000 અંક તૂટ્યો હતો. અમેરિકી વાયદા બજાર પણ લાલ નિશાનમાં હતા. ડાઓ 230 તો નાસ્ડેક ફ્યૂચર્સ 399 પોઈન્ટ નીચે હતો. બીજી બાજુ અમેરિકી બજારમાં શુક્રવારે ડાઓ 610 અંક તૂટ્યો હતો. જ્યારે નાસ્ડેક418 અંક ગગડ્યો હતો. ઘરેલુ બજારોમાં શુક્રવારે FIIs તરફથી 13,000 કરોડની વેચાવલી આવી હતી.