ભારતના અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરીથી મોટા કાનૂની દાવપેંચમાં ફસાતા જોવા મળી રહ્યા છે. નયૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી ઉપરાંત સાત લોકોને અબજો ડોલરના ફ્રોડ અને લાંચ આપવાના આરોપ લાગ્યા છે. કોર્ટ તરફથી  કહેવાયું છે કે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલર આપવાનું વચન અપાયું હતું. આ કેસમાં આઠ લોકોનું નામ લેવાયું છે. જેમાં ગૌતમ અદાણી સાથે જોડાયેલા લોકો પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રુપના શેરોનું શું કરવું
ગૌતમ અદાણી વિરુદ્ધ આ સમાચારો સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. અદાણી ગ્રુપના શેર આજના Accidents હોઈ શકે છે. તેમાં તેજ ઘટાડાની આશંકા રહેલી છે. અદાણી ગ્રુપના અનેક સ્ટોક્સ લોઅર સર્કિટ હિટ કરી ગયા. અદાણી ગ્રુપના શેરો અંગે માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો શું મત છે તે જાણો. 


Adani Enterprises ના ફ્યૂચર્સમાં વેચાવલી કરવાનો મત છે. સ્ટોપલોસ 2880 પર રાખવાનો છે. ટાર્ગેટ પ્રાઈસ 2600, 2550, 2300 પર રાખવાની છે. 


Sell Adani Port Futures: Adani Ports ના ફ્યૂચર્સમાં પણ વેચાવલી કરો. સ્ટોપલોસ 310 પર રાખવાનો છે. ટાર્ગેટ પ્રાઈસ 1200, 1170, 1155 પર રાખવાનો છે. 


Sell ACC Futures: ACC ના ફ્યૂચર્સમાં વેચાવલીની સલાહ અપાઈ છે. સ્ટોપલોસ 2230 પર રાખવાનો છે. ટાર્ગેટ પ્રાઈસ 2100, 2040, 2000 પર રાખવાનો છે. 


Sell Ambuja Futures: Ambuja Futures માં પણ વેચાવલી કરવાનો મત છે. સ્ટોપલોસ 570 પર રાખવાનો છે. જ્યારે ટાર્ગેટ પ્રાઈસ 525, 510 પર રહેશે. 


(ઈનપુટ સહયોગી ચેનલ ઝી બિઝનેસમાંથી)