ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે. ઘરેલુ સ્ટોક માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાવલીનો દબાણ જોવા મળી રહ્યું છે અને ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી કડડભૂસ થયા છે. મેટલને બાદ ક રતા તમામ સેક્ટર્સના ઈન્ડેક્સ રેડમાં જોવા મળ્યા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચાવલીનું દબાણ છે. ઓવરઓલ વાત કરીએ તો બીએસઈ પર લિસ્ટેડ  કંપનીઓની માર્કેટ કેપ 5.62 લાખ કરોડ રૂપિયા ઘટી છે. એટલે કે રોકાણકારોની સંપત્તિ માર્કેટ ખુલતા જ 5.62 લાખ કરોડ રૂપિયા ઘટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સની વાત કરીએ તોબીએસઈ સેન્સેક્સ હાલ 808.50 પોઈન્ટ તૂટીને 83457.79 પોઈન્ટ પર અને નિફ્ટી 250.75 પોઈન્ટ તૂટીને 25546.15 પર જોવા મળ્યો છે. એક કારોબારી દિવસ પહેલા સેન્સેક્સ 84266.29 અને નિફ્ટી 25796.90 પર ક્લોઝ થયો હતો. ગત મહિને નિફ્ટીએ 25250નું લેવલ પાર કર્યું હતું જ્યારે સેન્સેક્સ પણ 86000થી લગભગ 23 પોઈન્ટ પાછળ રહી ગયો હતો. પરંતુ હવે ફરીથી સેન્સેક્સ 83050 અને નિફ્ટી 25600ની નીચે સરકી ગયા છે. 


રોકાણકારોની મૂડી ધોવાઈ ગઈ
ગઈ  કાલે 1 ઓક્ટોબરના રોજ બીએસઈ પર લિસ્ટેડ તમામ શેરોની કુલ માર્કેટ કેપ 4,74,86,463.65 રૂપિયા હતી. જે આજે 3 ઓક્ટોબરના રોજ માર્કેટ ખુલતાની સાથે જ 4,69,23,663.59 કરોડ રૂપિયા થઈ ગઈ. જેનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડી 5,62,800.06 કરોડ રૂપિયા ઘટી ગઈ. 


ફક્ત એક શેર ગ્રીન ઝોનમાં
સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાંથી ફક્ત એક જ શેર જેએસડબલ્યુ સ્ટીલ જ ગ્રીન ઝોનમાં જોવા મળ્યો. જ્યારે બીજી બાજુ એશિયન પેઈન્ટ, એમએન્ડએમ અને ટાટા મોટર્સમાં સૌથી વધુ કડાકો છે. 


બીએસઈ પર આજે 2640 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 653 શેર મજબૂત જોવા મળી રહ્યા છે જ્યારે 1814 શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને 173માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ સિવાય 64 શેર એક વર્ષના હાઈ અને 32 શેર એક વર્ષના નીચલા સ્તર પર આવી ગયા છે. જ્યારે 75 શેર અપર સર્કિટ પર પહોંચી ગયા તો 58 શેર લોઅર સર્કિટ પર આવી ગયા.