Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવ
Stock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
શેર બજારમાં અનેક એવા સ્ટોક્સ છે જેણે રોકાણકારોને લખપતિમાંથી કરોડપતિ બનાવી દીધા છે. આ શેરોએ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. રોકાણકારો આ શેરોને વેચવા માટે તૈયાર નથી. આ શેરોમાં સતત શાનદાર તેજી જોવા મળી રહી છે. આવો જ એક શેર છે KEI Industries Limited નો. આ શેરમાં તોફાની તેજી જળવાઈ રહી છે. એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
કંપનીની માર્કેટ કેપ 35 હજાર કરોડ રૂપિયા પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરે રોકાણકારોને 27 હજાર ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીનો નફો પણ ઝડપથી વધી રહ્યો છે. રોકાણકારોને આશા છે કે આવનારા સમયમાં આ શેરમાં વધુ તેજી જોવા મળી શકે છે. આ કંપની બિલ્ડિંગ બનાવવા, ડિફેન્સ, ટેલિકોમ્યુનિકેશન, કેબલ્સ, અને સ્ટેન્લેસ સ્ટીલ વાયર બનાવવાના ક્ષેત્રમાં કામ કરે છે. કંપની રિટેલ અને ઈન્સ્ટીટ્યૂશનલ સેગમેન્ટ્સમાં એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ, મીડિયમ વોલ્ટેજ અને લો વોલ્ટેજ પાવર કેબલ્સ બનાવવાનું કામ પણ કરે છે.
રોકાણકારો બન્યા કરોડપતિ
11 મે 2012ના રોજ કંપનીના શેર 14.95 રૂપિયાના સ્તરે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જો કોઈ રોકાણકારે આ શેરમાં પૈસા રોક્યા હશે તો તે આજે કરોડપતિ હશે. કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે 3900 રૂપિયા પાર છે. છેલ્લા એક મહિનામાં શેરે રોકાણકારોને 10 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો સ્ટોકમાં રોકાણકારોને 57.14 ટકાનું રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 106 ટકાથી વધુ ઉછળ્યા છે. છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 860.15 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે.
સતત તેજી
મીડિયા રિપોર્ટ મુજબ કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ દેશની ત્રીજી સૌથી મોટી વાયર એન્ડ કેબલ્સ કંપની બની ગઈ છે. કંપનીની માર્કેટ કેપ 35 હજાર કરોડ પાર પહોંચી ગઈ છે. જાણકારોના જણાવ્યાં મુજબ નવી પ્રોડક્ટનો ફાયદો કંપનીને મળી રહ્યો છે. કંપનીનો નફો ઝડપથી વધી રહ્યો છે. આ સાથે જ કરજમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો ચે. રોકાણકારોને આશા છે કે આવનારા સમયમાં શેરમાં વધુ તેજી જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube