Stock Market Update: બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી પણ ધડામ
વૈશ્વિક બજારમાંથી મળતા મિક્સ સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા. સતત બીજા દિવસે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. બેંકિંગ, ઓટો, આઈટી, ફાર્મા અને રિયાલ્ટી શેરોમાં વેચાવલીથી બજાર પર દબાણ છે.
વૈશ્વિક બજારમાંથી મળતા મિક્સ સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા. સતત બીજા દિવસે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. બેંકિંગ, ઓટો, આઈટી, ફાર્મા અને રિયાલ્ટી શેરોમાં વેચાવલીથી બજાર પર દબાણ છે. સેન્સેક્સ હાલ 212.21 અંક તૂટીને 55554.01 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 68.40 અંકના ઘટાડા સાથે 16562.60 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં બીએસઈ પર 2414 શેરમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 1071 શેર લીલા નિશાનમાં છે જ્યારે 1227 શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. ઘરેલુ બજાર પ્રી ઓપન સેશનમાં પણ ઘટાડો રહ્યો. પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં મામૂલી 15 અંકના ઘટાડા સાથે 55750 અંકની આજુબાજુ ટ્રેડિંગ જોવા મળ્યું. જ્યારે નિફ્ટી લગભગ સ્થિર હતો અને 16630 અંકની આજુબાજુ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
આજે 10 વાગે શરૂ થશે 5જી સ્પેક્ટ્રમ ઓક્શન
- આ હરાજીમાં 4 કંપનીઓ ભાગ લેશે.
- કંપનીઓએ 21800 કરોડ રૂપિયાની અર્નેસ્ટ મની ડિપોઝિટ કરી.
- કુલ 72 GHz સ્પેક્ટ્રમ હરાજી થશે.
- સરકારને તમાંથી 80-90 હજાર કરોડ મળવાની આશા.
- ઓક્ટોબર સુધીમાં સેવાઓ શરૂ થવાની આશા.
- દેશમાં 14 જગ્યાએ પહેલેથી ચાલુ છે ટ્રાયલ
- સૂત્રના જણાવ્યાં મુજબ 15 ઓગસ્ટના રોજ કોઈ પણ એક પોઈન્ટ પર સેવા શરૂ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube