કારોબારી સત્રના બીજા દિવસે મંગળવારે શેર બજાર નરમાઇ સાથે ખૂલ્યું હતું. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -152.19 પોઈન્ટના ઘટાડા સાથે 36,088.81 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY -35.00 પોઈન્ટના ઘટાડા સાથે 10,848.75 પર ખુલ્યો. સોમવારે 202.39 પોઈન્ટના ઉછાળા સાથે 36,396.69 પર ખૂલ્યો, જ્યારે NIFTY 54.01 પોઈન્ટની તેજી સાથે 10,930.10 પર ખુલ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજી સાથે બજાર ખૂલ્યું: #Sensex 202 તો નિફ્ટીમાં 54 પોઈન્ટનો ઉછાળો


સવારે 9.19 વાગે BSE -152.19 પોઈન્ટના ઘટાડા સાથે 36,088.81 પર ટ્રેંડ કરી રહ્યો હતો, જ્યારે NSE 54.05 પોઈન્ટના ઘટાડા સાથે 10,848.75 પર ટ્રેંડ કરી રહ્યો હતો.

રોજ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવથી ખુશખુશાલ નાગરિકો, સતત 13મા દિવસે ઘટ્યા ભાવ


રૂપિયો થયો નબળો, 70.49 પર ખુલ્યો
આજના કારોબારી સત્રના બીજા દિવસે ભારતીય રૂપિયામાં નબળાઈ જોવામાં મળી રહી છે. 1 ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 4 પૈસા ઘટીને 70.49 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 86 પૈસાના ઘટાડાની સાથે 70.45 ના સ્તર પર બંધ થયો હતો.