મુંબઇ: કારોબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ -174 પોઈન્ટ ઘટાડા સાથે 36,080.57 પર ટ્રેંડ કરી રહ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 59.30 પોઈન્ટના ઘટાડા સાથે 10,850.80 પર ટ્રેંડ કરી રહ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Year Ender 2018: આ શેરોએ એક વર્ષમાં ભરી દીધા રોકાણકારોના ખિસ્સા, આપ્યું 770% રિટર્ન


વર્ષના પ્રથમ દિવસે મંગળવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 186.24 પોઈન્ટ (0.52%) વધીને 36,254.57 પર જ્યારે નિફ્ટી 47.55 પોઈન્ટ (0.44%)ના વધારા સાથે 10,910.10 પર બંધ થયો હતો. 


શરૂઆતી કારોબારમાં બીએસઇ પર છ કંપનીઓ લીલા નિશાન પર તો 25 કંપનીઓ લાલ નિશાન પર કારોબાર કરી રહી હતી. ઇન્ફોસિસના શેરોમાં 0.80 ટકા, ટીસીએસમાં 0.80 ટકા, યસ બેંકમાં 0.65 ટકા, એસબીઆઇમાં, 0.52 ટકા અને ભારતીય એરટેલના શેરોમાં 0.25 ટકા તેજી જોવા મળી હતી. જ્યારે ટાટા સ્ટીલમાં સૌથી વધુ 2.07 ટકા, મહિંદ્વા એન્ડ મહિંદ્વામાં 2.01 ટકા, વેદાંતા લિમિટેડમાં 1.88 ટકા, ઓએનજીસીમાં 1.28 ટકા અને ટાટા મોટર્સમાં 1.28 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 


એનએસઇ પર શરૂઆતી કારોબારમાં 13 કંપનીઓ લીલા નિશાન પર તો 37 કંપનીઓ લાલ નિશાન પર કારોબાર કરી રહી હતી. વિપ્રોના શેરોમાં 1.35 ટકા, ઇંફ્રાટેલમાં 1.26 ટકા, ટેક મહિંદ્વામાં 1.21 ટકા, ટીસીએસમાં 0.86 ટકા, યસ બેંકમાં 0.76 ટકા તેજી જોવા મળી. તો બીજી તરફ આયશર મોટર્સમાં સૌથી વધુ પાંચ ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલમાં 2.70 ટકા, મહિંદ્વા એન્ડ મહિંદ્વામાં 2.50 ટકા, હિંડાલ્કોમાં 2.24 ટકા અને ટાટા સ્ટીલમાં 2.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો.