કારોબારી સત્રના અંતિમ દિવસે શુક્રવારે શેર બજારની સકારાત્મક શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ +154.38 પોઈન્ટના વધારા સાથે 35,466.51 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 39.65 પોઈન્ટના વધારા સાથે 10,640.80 પર ખુલ્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ સુધી ફ્લેટ નથી ખરીદ્યો તો મોદી સરકાર આપવાની છે મોટી ખુશખબરી


કારોબારી સત્રના ત્રીજા દિવસે બુધવારે શેર બજારની નરમાઇ સાથે શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ -224.91 પોઈન્ટના ઘટાડા સાથે 35,909.40 પર ખૂલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY  -75.10 પોઈન્ટના ઘટાડા સાથે 10,794.40 પર ખુલ્યો. 

આજથી બદલાઇ ગયા નિયમો: શરૂ થઇ નવી સર્વિસ, માત્ર 4 કલાકમાં બની જશે તમારું PAN કાર્ડ


શેરબજાર ગુરૂવારે બે અઠવાડિયાના સૌથી નીચલા સ્તર પર આવી ગયું હતું. અમેરિકા અને ચીન વચ્ચે બિઝનેસ ટકરાવ વધવાથી વૈશ્વિક બજાર નરમ પડ્યું હતું, જેથી ભારતીય શેર બજાર પણ નીચે આવી ગયું હતું. કેનેડામાં હુઆવેના ચીફ ફાઇનેંશિયલ ઓફિસરની ધરપકડ બાદ અમેરિકા અને ચીન વચ્ચે તકરાર વધી ગઇ છે. આગામી અઠવાડિયે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આવશે. ભારતીય બજાર તેનાથી ડરી ગયું છે. આ ચૂંટણીને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાંની સેમિફાઇનલ ગણવામાં આવે છે. 


સેન્સેક્સ ગુરૂવારે 572.28 પોઈન્ટ એટલે કે 1.6 ટકા ઘટાડા સાથે 35,312.13 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 182 પોઈન્ટ એટલે કે 1.7 ટકા ઘટીને 10,601.15 પર આવી ગયો હતો. એક દિવસ પહેલાં જ બંને ઈન્ડેક્સમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો.