મુંબઇ: શુક્રવારે શેરબજારમં સામાન્ય તેજી સાથે શેર બજાર ખુલ્યું હતું. બીએસઇના 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 3.81 પોઈન્ટની તેજી સાથે 35,517.52 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 0.30 પોઈન્ટના ઉછાળા સાથે 10,671.95 ખુલ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે નબળા વૈશ્વિક વલણ અને વિદેશી તથા ઘરેલૂ રોકાણકારોની ભારે વેચાવલીના કારણે શેર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 377.81 પોઈન્ટ (1.05%) તૂટીને 35,513.71 પર બંધ થયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરોના ઈન્ડેક્સ 120.25 પોઈન્ટ (1.11%) ની નબળાઇ સાથે 10,672.25 પર બંધ થયો હતો. 


ભારતીય શેર બજાર (STOCK MARKET) માં બુધવારે 1 ટકાનો ઘટાડો નોંધાયો, જેથી પાંચ દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગઇ હતી. જોકે ચીનમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ (PMI) ડેટાથી સુસ્તીના સંકેત મળ્યા છે. દુનિયાની બીજી મોટી ઇકોનોમી (ECONOMY) સુસ્ત પડવાની આશંકાની અસર બુધવારે ભારત સહિત એશિયાઇ બજાર પર જોવા મળી. ડિસેમ્બરમાં જીએસટી (GST) કલેક્શન અને નબળા ઓટોમોબાઇલ સેલ્સ ડેટાથી પણ દલાલ સ્ટ્રીટ પર ઉદાસી છવાયેલી રહી હતી. 


બીએસઇ (BSE)ના બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ (SENSEX) 363 પોઈન્ટ એટલે કે 1 ટકાના ઘટાડા સાથે 35,891.52 અને એનએસઇ (NSE) ના બેંચમાર્ક ઈડેક્સ નિફ્ટી 117.60 પોઈન્ટ એટલે કે 1.1 નીચે 10,792.50 બંધ થયો હતો. એક્સચેંજોના અસ્થાયી ડેટા અનુસાર વિદેશી પોર્ટેફોલિયો રોકાણકારોએ બુધવારે 621 કરોડ રૂપિયાના શેર વેચ્યા. તો બીજી તરફ મ્યૂચુઅલ ફંડ (MUTUAL FUND) અને ઇંશ્યોરન્સ (INSURANCE) કંપનીઓ જેમ કે ડોમેસ્ટિક ઈંસ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટસ્ટર્સે પણ વેચાવલી કરી હતી. તેમણે 226 કરોડ રૂપિયા બજારમાંથી કાઢ્યા હતા.