સતત બીજા દિવસે તેજી સાથે ખૂલ્યું શેર બજાર, સેન્સેક્સ 36100ને પાર, નિફ્ટી 77 પોઈન્ટ મજબૂત
શુક્રવારે સતત બીજા દિવસે શેર બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ પર 104.71 પોઈન્ટ એટલે કે 0.29% ના વધારા સાથે 35,911.99 કારોબારની શરૂઆત કરી, તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 41.15 પોઈન્ટ એટલે કે 0.38% ની તેજી સાથે 10,820.95 પર ખૂલ્યો.
9:30 વાગે સેન્સેક્સના 31 માંથી 29 શેરોમાં લેવાલી જ્યારે 2 શેરોમાં વેચાવલી થઇ રહી હતી. તો બીજી તરફ નિફ્ટી પર 45 શેરોનો ભાવ વધી ગયા હતા જ્યારે 5 શેરોની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આ દરમિયાન સેન્સેક્સના જે શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી, તેમાં યસ બેંક 1.82%, સન ફાર્મા 1.27%, ટાટા મોટર્સ ડીવીઆર 1.26%, એચડીએફસી 1.17%, વેદાંતા 1.15%, લાર્સન એન્ડ ટર્બો 1.07%, આઇસીઆઇસીઆઇ બેંક 1.07%, ટાટા મોટર્સ 0.98%, ઈંડસઈંડ બેંક 0.94% અને એચડીએફસી બેંક 0.92% સુધી મજબૂત થયા હતા. તો બીજી તરફ નિફ્ટી પર સૌથી વધુ મજબૂત શેરોમાં યસ બેંક (2.22%), સન ફાર્મા (1.50%), ટાઇટન (1.40%), ટાટા મોટર્સ (1.34%), જેએસડબ્લ્યૂ સ્ટીલ (1.30%), એચડીએફસી (1.28%), ટાટા મોટર્સ (1.12%) અને લાર્સન એન્ડ ટર્બો (1.12%) સામેલ છે.
તો બીજી તરફ સેન્સેક્સ પર કોલ ઈન્ડિયાના શેર 0.56 ટકા જ્યારે એનટીપીસીના શેર 0.37 ટકા સુધી નબળા પડ્યા. તો નિફ્ટી પર કોલ ઈન્ડિયા 1.21 ટકા એનટીપીસી 0.71%, હિંદુસ્તાન પેટ્રોલિયમ 0.46 ટકા, ઇન્ફ્રાટેલ 0.17 ટકા અને ઓએનજીસી 0.03 ટકા સુધી તૂટ્યા હતા.