શેર બજારમાં તેજીનો માહોલ, સેંસેક્સમાં 227 પોઈન્ટનો ઉછાળો
આ કારોબારી સપ્તાહ બે દિવસ સતત ઘટાડા બાદ આજે સેંસેક્સ સારી બઢત સાથે ખુલ્યો. બજેટ પહેલાં બજારમાં અનિશ્વિતતાનો માહોલ છે એવામાં શેર બજારમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે પરંતુ બુધવારે તેમાં સુધારો જોવા મળ્યો. સેંસેક્સ 227.17 પોઈન્ટ (0.64%) અને નિફ્ટી 50.05 પોઈન્ટ (0.47%)ના ઉછાળા સાથે ક્રમશ 35,819.67 અને 10,702.25 પર ખુલ્યું. સવારે 9:30 વાગે નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીમાં 28 શેર ફાયદામાં હતા જ્યારે 22 શેર નુકસાનમાં હતા.
મુંબઇ: આ કારોબારી સપ્તાહ બે દિવસ સતત ઘટાડા બાદ આજે સેંસેક્સ સારી બઢત સાથે ખુલ્યો. બજેટ પહેલાં બજારમાં અનિશ્વિતતાનો માહોલ છે એવામાં શેર બજારમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે પરંતુ બુધવારે તેમાં સુધારો જોવા મળ્યો. સેંસેક્સ 227.17 પોઈન્ટ (0.64%) અને નિફ્ટી 50.05 પોઈન્ટ (0.47%)ના ઉછાળા સાથે ક્રમશ 35,819.67 અને 10,702.25 પર ખુલ્યું. સવારે 9:30 વાગે નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીમાં 28 શેર ફાયદામાં હતા જ્યારે 22 શેર નુકસાનમાં હતા.
સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો ગુજરાતના કયા શહેરમાં કેટલો છે ભાવ
મંગળવારે સેંસેક્સ ઘટાડા સાથે 35,819.67 પર ખુલ્યો હતો અને સાંજે ઘટીને 35,592.50 પર બંધ થયો હતો. મુંબઇ શેર બજારના 30 શેરોવાળા સેંસેક્સ કારોબાર દરમિયાન 35,850.41 પોઈન્ટના ઉચ્ચસ્તર સુધી ગયો અને આ 35,723.73 પોઈન્ટ સુધી નીચે ગયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઇંડેક્સ નિફ્ટી 9.35 પોઈન્ટ એટલે કે 0.09% ના ઘટાડા સાથે 10,652.20 પર બંધ થયો હતો.
6 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો શું છે આજનો ભાવ
સેંસેક્સના જે શેર ફાયદામાં જોવા મળ્યા તેમાં એક્સિસ બેંક 691 પોઇન્ટ (4.69%), ટાટા મોટર્સ 175 પોઇન્ટ (1.35%), ટાટા સ્ટીલ 457.60 પોઇન્ટ (2.89%), એનટીપીસી 197 પોઇન્ટ (0.69%), રિલાયન્સ 1223.75 પોઇન્ટ (1.06%), ભારતી એરટેલ 307.60 પોઇન્ટ (0.11%), મારૂતિ 6552 પોઇન્ટ (0.44%) અને એશિયન પેંટ્સ 1389 પોઇન્ટ (0.39%) સામેલ છે.
રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ
તો બીજી તરફ આઇટીસી, ઇંડસબેંક, ટીસીએસ, કોટક બેંક, પાવર ગ્રિડ, ઓએનજીસી, હીરોમોટોકો, બજાજ ઓટો, અને એચડીએફસીના શેર નુકસાનમાં ચાલી રહ્યા હતા. નિફ્ટીની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, યસ બેંક, ટાટા મોટર્સ વીઇડીએલના શેર ફાયદામાં જોવા મળ્યા તો બીપીસીએલ, ઇંફ્રાટેલ, એચડીએફસી, હીરોમોટોકો, બજાજના શેરમાં ઘટાડો જોવા મળ્યો.