Stock Market Opening: બજારમાં સતત તેજીના માહોલથી રોકાણકારો ખુશખુશાલ, આ શેરે લગાવ્યા ચાર ચાંદ
Stock Market Update: અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા બાદ આજે સવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. 30 અંકવાળો સેન્સેક્સ 293 અંકની તેજી સાથે 60,408.29 ના સ્તરે ખુલ્યો જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 100થી વધુ અંકની તેજી સાથે 18,044.45 ના સ્તરે ખુલ્યો.

બજારની લેટેસ્ટ સ્થિતિ
સવારે 9.35 વાગે બજારની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો સેન્સેક્સ હાલ 350.89 અંકની તેજી સાથે 60466.02 ના સ્તરે જ્યારે નિફ્ટી 107.20 અંકના વધારા સાથે 18043.50 ના સ્તરે જોવા મળ્યો છે.
ટોપ ગેઈનર્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એચડીએફસી લાઈફ, શ્રી સિમેન્ટ્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, બજાજ ફાઈનાન્સ, ગ્રાસિમના શેર હાલ જોવા મળી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રાના શેર જોવા મળી રહ્યા છે.
ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં સિપ્લા, ડિવિસ લેબ્સ, બીપીસીએલ, એનટીપીસી, સન ફાર્માના શેર હાલ જોવા મળ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં હાલ એનટીપીસી, મારુતિ સુઝૂકીના શેર જોવા મળી રહ્યા છે.
અમેરિકી બજારમાં તેજી
બીજી બાજુ વેશ્વિક સ્તરે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે અમેરિકી બજાર તેજી સાથે બંધ થયા હતા. મોંઘવારીના આંકડા સામે આવતા પહેલા અમેરિકી શેર બજાર સતત ચોથા દિવસે ખુશહાલ જોવા મળ્યું. ડાઉ જોન્સ 230 અંક ચડીને 32381 અંક પર બંધ થયું. જ્યારે નાસ્ડેક 150 અંક ઉછળીને દિવસની ઉંચાઈ પર બંધ થયું. એશિયન બજારોમાં પણ તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. કોસ્પી 51 અંક જ્યારે SGX નિફ્ટી 110 અંકની લીડ સાથે ટ્રેડ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube