Stock Market Update: અમેરિકી બજારમાંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 445.29 પોઈન્ટના વધારા સાથે 59220.01ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 130.30 પોઈન્ટના વધારા સાથે 17652.80ના સ્તરે ખુલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી બજારમાં તેજી
બીજી બાજુ જેક્સન હોલમાં ફેડ ચેરમેનના ભાષણથી પહેલા અમેરિકી બજારમાં તેજી નોંધાઈ અને તે દિવસની ઊંચાઈ પર બંધ થયો. ડાઉ જોન્સમાં 323 અંક તેજી આવી અને નાસ્ડેકમાં 208 અંકની મજબૂતાઈ જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની નીચે આવી ગયો છે. 


ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, M&M, હિન્દાલ્કો, યુપીએલના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, M&M, ટાટા સ્ટિલ, કોટક મહિન્દ્રાના શેર છે. 


ટોપ લૂઝર્સ
માર્કેટ ખુલતા જ જે શેરમાં કડાકો જોવા મળી રહ્યો છે તેમાં નિફ્ટીમાં આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લેના શેર જોવા મળી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube