જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? જાણો હારીને પણ કઈ રીતે અમીર બન્યું આફ્રિકા

T20 World Cup Prize Money: ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત હાંસલ કરીને બીજી વખત T20 ટ્રોફી પર કબજો કર્યો. ભારત 2007 બાદ ફરી એકવાર આ ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. હારીને પણ દક્ષિણ આફ્રિકા થઈ ગયું અમીર...

જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? જાણો હારીને પણ કઈ રીતે અમીર બન્યું આફ્રિકા

T20 World Cup Prize Money: ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત હાંસલ કરીને બીજી વખત T20 ટ્રોફી પર કબજો કર્યો. ભારત 2007 બાદ ફરી એકવાર આ ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. હારીને પણ દક્ષિણ આફ્રિકા થઈ ગયું અમીર...

રોહિત શર્માની ટીમે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો પણ અંત કર્યો. ભારતે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારપછી ICC ટૂર્નામેન્ટમાં કોઈ જીત મેળવી શકી નથી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાના ધુરંધરોએ ઈતિહાસ બદલીને નવો ઈતિહાસ રચ્યો. ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવીને બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. ભારત 2007 બાદ આ ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. જાણો જીત બાદ કઈ રીતે થયો ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ...અને હારીને પણ કઈ રીતે અમીર બની ગયું આફ્રિકા...

કરોડો રૂપિયાનો વરસાદ-
રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ પ્રથમ T20 વર્લ્ડ કપ જીત છે. વિરાટ કોહલીએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ જીત્યો. T20 વર્લ્ડ કપની જીત બાદ ભારતીય ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. હારેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પણ અમીર બની ગઈ. આ બંને સિવાય ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને ICC તરફથી પૈસા મળ્યા હતા.

ભારત અને દક્ષિણ આફ્રિકાને કેટલા પૈસા મળ્યા?
વિજેતા ટીમ ઇન્ડિયાને રૂ. 20.36 કરોડ (US$2.45 મિલિયન) મળ્યા હતા. આ કોઈપણ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમને મળેલી સૌથી વધુ ઈનામી રકમ છે. ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને રૂ. 10.64 કરોડ (US$1.28 મિલિયન) મળ્યા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.

ટુર્નામેન્ટમાં 20 ટીમોએ ભાગ લીધો હતો-
આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો જે એક રેકોર્ડ છે. 40 ગ્રુપ મેચો બાદ સુપર-8 રાઉન્ડ રમાયો હતો. આ પછી સેમી ફાઈનલ અને ફાઈનલ રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ ઘણી રીતે ઐતિહાસિક હતી જ્યારે ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. ઈનામની રકમ પણ એક રેકોર્ડ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news