Stock Market Opening: બજાર ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, નબળાઈ વચ્ચે પણ આ શેર મચાવી રહ્યા છે ધમાલ
Stock Market Live: વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પરિણામે આજે ભારતીય શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 407.73 પોઈન્ટ ગગડીને 58,789 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટી પણ ગગડેલો જોવા મળ્યો.
Stock Market Live: વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પરિણામે આજે ભારતીય શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 407.73 પોઈન્ટ ગગડીને 58,789 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટી પણ ગગડેલો જોવા મળ્યો.
બજારની હાલની સ્થિતિ
9.42 વાગે હાલ સેન્સેક્સ 343.65 પોઈન્ટ ગગડીને 58853.34 ના સ્તરે જોવા મળી રહ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 93.50 પોઈન્ટના ઘટાડા સાથે 17562.10 ના સ્તરે જોવા મળી રહ્યો છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં શ્રી સિમેન્ટ, કોઈલ ઈન્ડિયા, TATA Cons. Prod, એશિયન પેઈન્ટ્સ, નેસ્લેના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રિડ કોર્પ, એચયુએલ, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર હાલ જોવા મળ્યા છે.
ટોપ લૂઝર્સ
બજાર ખુલતા જ નિફ્ટી ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, હિન્દાલ્કો, એચસીએલ ટેક, ઓએનજીસીના શેર હાલ જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એચસીએલ ટેક, એક્સિસ બેંક, ટેક મહિન્દ્રાના શેર જોવા મળ્યા છે.
નિકેઈ પણ ગગડ્યો
બીજી બાજુ એક દિવસની રજા બાદ ખુલેલા અમેરિકી બજારમાં આજે ફરી નબળાઈ જોવા મળી. ડાઉ જોન્સ 173 પોઈન્ટ અને નાસડેક 86 પોઈન્ટ ગગડીને બંધ થયા. અત્રે જણાવવાનું કે નાસ્ડેકમાં સતત સાતમા દિવસે નબળાઈ જોવા મળી છે. SGX નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો અને તે 17500ની નીચે ગગડી ગયો. જાપાનનો નિકેઈ પણ લગભગ 300 પોઈન્ટ ગગડ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube