Stcok Market Opening: તેજી સાથે ખુલ્યા શેર બજાર, આ શેર દેખાડી રહ્યા છે જબરદસ્ત દમ
Stcok Market Opening: વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા. આજે સવારે 9.16 વાગે બજાર ખુલતા જ સેન્સેક્સ 46.94 પોઈન્ટના વધારા સાથે 58434.87 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 14.90 પોઈન્ટના વધારા સાથે 17412.40 ના સ્તરે ખુલ્યો.

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, હિન્દાલકોના શેર જ્યારે સેન્સેક્સમાં હાલ ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને રિલાયન્સના શેર જોવા મળી રહ્યા છે.
ટોપ લૂઝર્સ
ટોપ લૂઝર્સ શેરોમાં નિફ્ટીમાં બીપીસીએલ, એસબીઆઈ, સિપ્લા, ઈન્ફોસેસ, આઈસીઆઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એસબીઆઈ, ઈન્ફોસેસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube