Stock Market Opening: શેર બજારમાં આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે સેન્સેક્સ 60 હજારની ઉપર યથાવત છે અને નિફ્ટીમાં પણ 17900 ની નીચે ફક્ત જોઇ શકાય છે. આજે વીકલી એક્સપાયરીના દિવસે શેર બજારમાં સુસ્તી છે અને ગ્લોબલ બજારોમાં પણ કોઇ ખાસ સપોર્ટ જોવા મળી રહ્યો નથી. એશિયાઇ બજારોમાં તેજી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું ખુલ્યું બજાર
આજે બીએસઇનો 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 179 પોઇન્ટનો ઘટાડા બાદ 60080 ના લેવલ પર ખુલ્યો છે અને એનએસઇના નિફ્ટી 45 પોઇન્ટના ઘટાડા બાદ 17898 ના લેવલ પર કારોબાર ખુલ્યો છે. 

Janmashtami 2022: દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ


નિફ્ટી અને સેન્સેક્સની સ્થિતિ
આજે સેન્સેક્સના 30 માંથી 11 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને બાકી 19 શેરોમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 23 શેર તેજીના ગ્રીન નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તેમાં આજે 13 પોઇન્ટના મામૂલી ઘટાડા બાદ 39,448 ના લેવલ પર કારોબાર જોવા મળી રહ્યો છે. 


પ્રી-ઓપનમાં કેવી રહ્યો કારોબાર
આજે બજારની પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લાલિમા છવાયેલી હતી. બીએસઇનો સેન્સેક્સ 181 પોઇન્ટના ઘટાડા બાદ 60078 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટીમાં 45 પોઇન્ટના ઘટાડા બાદ 17898.65 પર ટ્રેડ થઇ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube