Janmashtami 2022: દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ

આ વર્ષે જન્માષ્ટમી પર રાત્રે 12:03 મિનિટથી માંડીને રાત્રે 12:47 મિનિટ સુધી નીશીથ કાળ રહેશે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની મધ્યરાત્રિ પૂજા માટે 44 મિનિટનું શુભ મુર્હૂત રહેશે. આ મુર્હૂતમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી એકદમ શુભ ફળદાયી રહેશે.

Janmashtami 2022: દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ

Janmashtami 2022 Date Time: હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું આગવું મહત્વ છે. જન્માષ્ટમીનો તહેવાર આખા દેશમાં ધામધૂમ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. ભગવાન કૃષ્ણની યાદમાં તેમની કૃપા અને આર્શિવાદ મેળવવા માટે ભક્ત દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિને જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અષ્ટમી તિથિ બે દિવસ આવી રહી છે. પંચાગના અનુસાર ગુરૂવારે, 18 ઓગસ્ટના રોજ રાત્રે 9:21 થી અષ્ટમી શરૂ થઇ રહી છે જે બીજા દિવસે 19 ઓગસ્ટ શુક્રવારના રોજ રાત્રે 10:59 મિનિટે પુરી થાય છે. એવામાં આ વખતે જન્માષ્ટમી બે દિવસ 18-19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો પર્વ આવતીકાલે એટલે કે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે.   
 
જન્માષ્ટમી 2022 વ્રત પૂજાનું મુહૂર્ત
આ વર્ષે જન્માષ્ટમી પર રાત્રે 12:03 મિનિટથી માંડીને રાત્રે 12:47 મિનિટ સુધી નીશીથ કાળ રહેશે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની મધ્યરાત્રિ પૂજા માટે 44 મિનિટનું શુભ મુર્હૂત રહેશે. આ મુર્હૂતમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવી એકદમ શુભ ફળદાયી રહેશે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે આ વર્ષે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણની પૂજા માટે 44 મિનિટનું વિશેષ મુર્હૂત છે. 

જન્માષ્ટમી 2022 નું મહત્વ
ધાર્મિક માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાથી અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી તે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમની કૃપાથી નિસંતાન દંપત્તિને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભક્તોના દરેક કામ સફળ થાય છે. ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. 

કેવી રીતે ઉજવશો કૃષ્ણ જન્માષ્ટમી?
ભક્ત જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખે છે. વ્રત દરમિયાન ફળાહાર કરવામાં આવે છે. રાત્રે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર બાળ ગોપાળનો જન્મ મધ્ય રાત્રિમાં થયો હતો. એટલા માટે જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ઘરમાં લડ્ડૂ ગોપાલની પ્રતિમાનો જન્મ કરાવવામાં આવે છે. પછી તેમને ગંગાજળ વડે સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે. હવે ફૂલ માળા અર્પિત કરી ધૂપ દીવા પ્રગટાવવામાં આવે છે અને તેમના નામનું વંદન કરે છે. તેમને દૂધ-દહીં માખણ વગેરે અર્પિત કરવામાં આવે છે. પૂજા સમાપ્ત થયા બાદ પ્રસાદ વહેંચવામાં આવે છે. 

મથુરામાં ક્યારે ઉજવવામાં આવશે જન્માષ્ટમી?
આમ તો આખા દેશમાં જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે બે આઠમ છે. એવામાં જન્માષ્ટમીનું વ્રત 18 અને 19 ઓગ્સ્ટના રોજ ઉજવવામાં આવશે. મથુરા વૃંદાવન અને બાંકે બિહારીના મંદિરમાં જન્માષ્ટમીનો મહોત્સવ 19 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યો છે. પંચાગ અનુસાર અષ્ટમી તિથિ 18 ઓગ્સ્ટના રોજ સાંજે 9:21 મિનિટથી શરૂ થશે જે 19 ઓગ્સ્ટના રોજ રાત્રે 10:59 વાગે પુરી થશે. 

જન્માષ્ટમી 2022 વ્રત 18 ઓગસ્ટ શુભ મુહૂર્ત (Janmashtami 2022 Muhurat)

ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ પ્રારંભ: 18 ઓગસ્ટ 2022 ગુરુવારે રાત્રે 09:21 થી શરૂ

ભાદ્રપદ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ સમાપ્તઃ 19 ઓગસ્ટ 2022 શુક્રવારે રાત્રે 10:59 વાગ્યે થશે.

જન્માષ્ટમી વ્રત પૂજા માટે શુભ મુહૂર્તઃ 18 ઓગસ્ટ રાત્રે 12:20 થી 01:05 સુધી રહેશે

જન્માષ્ટમી વ્રત પૂજા સમયગાળો: 45 મિનિટ

જન્માષ્ટમી 2022 વિશેષ મુહૂર્ત અને રાહુકાળ

અભિજીત મુહૂર્ત: 12:05 મિનિટથી 12:56 મિનિટ સુધી

વૃધ્ધિ યોગ: 17મી ઓગસ્ટ, બુધવાર, રાત્રે 8:56 થી 18 ઓગસ્ટ, ગુરુવાર, રાત્રે 8:41 મિનિટ પર

રાહુકાલનો સમય: 18મી ઓગસ્ટ, ગુરુવારે બપોરે 02:06 મિનિટથી 03:42 મિનિટ સુધીનો રહેશે. રાહુકાળ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે.

જન્માષ્ટમી 2022 વ્રત શુભ મુહૂર્ત (Janmashtami 2022 Shubh Muhurt)

અભિજીત મુહૂર્ત: આજે 18 ઓગસ્ટે બપોરે 12:05 થી 12:56 મિનિટ સુધી

અમૃત કાલઃ આજે 18 ઓગસ્ટે સાંજે 06.28 થી રાત્રે 08.10 મિનિટ સુધી

ધ્રુવ યોગ: આજે 18મી ઓગસ્ટના રોજ રાત્રે 08:41 થી 19 ઓગસ્ટ રાત્રે 08:59 વાગ્યા સુધી

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news