મુંબઇ: અઠવાડિયાનો પ્રથમ દિવસ બજાર માટે સુસ્ત રહ્યો. 50 કંપનીઓવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી ગ્રીન નિશાન પર ખુલ્યો, પરંતુ તેની ચાલ સુસ્ત રહી. સોમવારે નિફ્ટી 14 પોઇન્ટની બઢત સાથે 11,725 પર ખુલ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 કંપનીઓવાળા બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)નો ઇન્ડેક્સ સેંસેક્સ પણ સામાન્ય બઢત સાથે 39,262 પોઇન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ ભારતીય બજારની વાત કરીએ તો આજે રૂપિયો ડોલરના મુકાબલે 5 પૈસા તૂટીને 69.60 ના સ્તર પર ખુલ્યો. 



સ્ટોક માર્કેટમાં નિફ્ટી બેંકના બજારમાં 0.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને આ 30,727 ના પોઇન્ટ પર જઇ પહોચ્યો. મિડકૈપની વાત કરીએ તો અહી 0.99 ટકાના ઉછાળા પર 17,428ના સ્તર પર જોવા મળ્યો.