નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇકોનોમીને બૂસ્ટર ડોઝ તરીકે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત થોડા દિવસ કરી હતી. ત્યારબાદ સતત પાંચ દિવસ સુધી નાણામંત્રી નિર્મલા સીતામરને પત્રકાર પરિષદ યોજીને તેના પરથી પડદો હટાવ્યો હતો. પરંતુ શેર બજારને આ રાહત પેકેજ પસંદ આવ્યું નથી. સોમવારે શેર બજાર ખુલતાની સાથે મોટો ઘટાડો નોંધાયો છે. આ સમાચાર લખી રહ્યાં છીએ ત્યારે બજારમાં 650થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં નિરાશા
શુક્રવાર પહેલા નિર્મલા સીતારમને બે દિવસમાં એમએસએમઈ, રિયલ એસ્ટેટ, ટેક્સપેયર્સ, કિસાન, પ્રવાસી મજૂર સહિત ઘણા વર્ષ માટે મોટી જાહેરાત કરી હતી. પરંતુ શુક્રવારે એવું લાગ્યું કે આ બધા જાહેરાતથી શેર બજાર ઉત્સાહિત નથી. આ કારણ છે કે સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. 


ઉતાર-ચઢાવ બાદ શેર બજારનો સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી શુક્રવારે સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા. શુક્રવારે સેન્સેક્સ 25.16 પોઈન્ટના ઘટાડા સાથે 31,097.73 પર બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 5.90 પોઈન્ટના ઘટાડા સાથે 9,136.85 પર બંધ થયો હતો. તે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં 544.97 અને નિફ્ટીમાં 114.65 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. 


કોરોના બાદ આ ભારતીય કંપનીને શાણપણ સૂઝ્યુ, પોતાનો બિઝનેસ ચીનથી ભારત લાવશે


શું છે નિરાશાનું કારણ?
બજારના જાણકારો પ્રમાણે છેલ્લા કેટલાક મહિનાની સ્થિતિ જોઈએ તો શેર બજારને બૂસ્ટ માટે તત્કાલ રાહતની જરૂર છે. તેવામાં રોકાણકારોને આશા હતી કે સીધી રીતે ફાયદો પહોંચાડવામાં આવશે. ઇન્ડસ્ટ્રીને લાગી રહ્યું હતું કે, સીધુ આર્થિક પેકેજ આપવામાં આવશે. પરંતુ સરકારની બે દિવસની જાહેરાત બાદ લાગ્યું કે, વેપાર જગતને સીધી રીતે મદદ મળવાની નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર