Stock Market Updates: ગ્લોબલ માર્કેટના મિશ્ર વલણ વચ્ચે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી મજબૂત
Stock Market Updates: અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તર પર પહોંચવા અને ગ્લોબલ માર્કેટના મિશ્ર વલણ વચ્ચે ગુરુવારના ભારતીય શેર બજારમાં હરિયાળી જોવા મળી. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને જ ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ખુલ્યા છે.
Stock Market Updates: અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તર પર પહોંચવા અને ગ્લોબલ માર્કેટના મિશ્ર વલણ વચ્ચે ગુરુવારના ભારતીય શેર બજારમાં હરિયાળી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લીલા નિશાન સાથે ખુલ્યા છે. 30 પોઇન્ટનો સેન્સેક્સ શરૂઆતમાં 174.47 પોઇન્ટ ઉછળી 53,688.62 ના સ્તર પર ખુલ્યો છે. ત્યારે 50 પોઇન્ટનો નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 54 પોઇન્ટ ઉછળી 16,018.85 ના સ્તર પર ખુલ્યો છે. બજાર ખુલ્યાના થોડા સમય બાદ બંને ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી.
સેન્સેક્સના 23 શેરમાં તેજી
પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30 માંથી 23 શેરના લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યો. બીજી તરફ નિફટીના ટોપ ગેનર્સની લિસ્ટમાં APOLLO HOSP, SUN PHARMA, BRITANNIA, TITAN અને BHARTI ARTL રહ્યા. ત્યારે ટોપ લુઝર્સની વાત કરીએ તો JSW STEEL, AXIS BANK, SBIN, TECHM અને TATA STEEL રહ્યા છે.
Dolo 650 બનાવતી કંપનીની ખુલી પોલ! આ ખેલ વિશે જાણી તમે પણ ચોંકી જશો
ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વલણ
બીજી તરફ ગ્લોબલ માર્કેટમાંથી મિશ્ર વલણના સંકેત મળી રહ્યા છે. અમેરિકામાં જૂન મહિનાની મોંઘવારી આંકડા આવ્યા બાદ અમેરિકન બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ડાઓ જોન્સ 450 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ વચ્ચે 200 પોઈન્ટ ઘટી બંધ થયો. નેસ્ડેકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. યુરોપીયન બજારમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એશિયન માર્કેટમાં પણ વેચાણ પ્રભુત્વ ધરાવે છે.
'તારક મહેતા...'ની બબીતા જીનો આ જબરદસ્ત આઇટમ ડાન્સ જોઈ ચક્કર ખાઈ જશો, જુઓ વીડિયો
બુધવારના શેર માર્કેટની સ્થિતિ
આ પહેલા ઘરેલુ શેર બજારમાં બુધવારના સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. કોરોબારી સત્રના અંતમાં 30 પોઈન્ટનો બીએસઈ ઇન્ડેક્સ 372.46 પોઇન્ટ ઘટી 53,514.15 પોઇન્ટ પર બંધ થયો. આ રીતે નેશનેલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91.65 ટોઈન્ટ તૂટી 16,000 થી નીચે 15,966.65 પર આવી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube