BabitaJi Video Viral: 'તારક મહેતા...'ની બબીતા જીનો આ જબરદસ્ત આઇટમ ડાન્સ જોઈ ચક્કર ખાઈ જશો, જુઓ વીડિયો

Taarak Mehta Ka Ooltah Chashmah: સોશિયલ મીડિયા પર મુનમુનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુનમુન દત્તા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. વીડિયો જોઈ ફેન્સ પણ બેકાબુ થઈ રહ્યા છે.

BabitaJi Video Viral: 'તારક મહેતા...'ની બબીતા જીનો આ જબરદસ્ત આઇટમ ડાન્સ જોઈ ચક્કર ખાઈ જશો, જુઓ વીડિયો

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોની બબીતા જી એટલે કે સૌની પ્રિય એક્ટ્રેસ મુનમુન દત્તા ઘણી વખત કોઈને કોઈ મામલે ચર્ચામાં આવે છે. કેટલાક લોકો મુનમુન દત્તાને તારક મહેતા સોથી ઓળખે છે તો કેટલાક લોકો તેને તે સમયથી જાણે છે જ્યારે મુનમુન દત્તા ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી. મુનમુને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતી નથી. તેનું મન ડોક્ટર બનાવાનું હતું. જોકે, ભાગ્યને કંઇક બીજુ જ મંજૂર હતું અને તે ગ્લેમરની દુનિયામાં આવી ગઈ.

હાલમાં સોશિયલ મીડિયા પર મુનમુનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુનમુન દત્તાનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈ ફેન્સ પણ બેકાબુ થઈ રહ્યા છે. આ પહેલા તમે તેનો વીડિયો જોવા માટે તમારું સોશિયલ મીડિયા હેલન્ડ ઓપન કરો, તે પહેલા જણાવી દઈએ કે, એક્ટ્રેસનો આ વીડિયો ઘણો જુનો છે. હકીકતમાં વાયરલ થઈ રહેલા મુનમુન દત્તાનો આ વીડિયો તેની તેલુગુ ફિલ્મનો છે. જેમાં તે આઇટમ ડાન્સ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં મુનમુને તેની કાતિલાના અદાઓનો જલવો દેખાડ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે મુનમુને રેડ કલરનું શોર્ટ અને ટોપ પહેર્યું છે. તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. એટલું જ નહીં મુનમુને પોલ ડાન્સ પણ કર્યો. મુનમુન 'આદલી નાતો એ પૂતા...' સોન્ટ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે પોતાની લવ લાઈફને લઇને ઘણી ચર્ચામાં હતી. પરંતુ તેનો આ સંબંધ કોઈ કારણથી તૂટી ગયો હતો. વર્ષ 2008 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે મુનમુન દત્તાનું નામ જોડાયું હતું. જે બાદ તે ઘરે-ઘરે બબીતા જીના નામથી જાણીતી થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news