મુંબઈઃ ગુરુવારે, વિકલી એક્સપાયરીના દિવસે, ભારતીય શેરબજાર ઘરાશાયી થઈ ગયું હતું. શેરબજારમાં સતત બીજા દિવસે આ મોટો ઘટાડો હતો. બજારમાં સર્વાંગી વેચાણને કારણે BSE સેન્સેક્સ 570.60 પોઈન્ટ ઘટીને 66,230.24 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી 159.05 પોઈન્ટ ઘટીને 19,742.35 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોના રૂ. 2 લાખ કરોડનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે બુધવારે જ્યારે બજાર બંધ હતું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3.20 લાખ કરોડ રૂપિયા હતું જે આજે ઘટીને 3.18 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. આ રીતે રોકાણકારોએ એક જ દિવસમાં 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. ગઈકાલ અને આજ પર નજર કરીએ તો રોકાણકારોને રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા સેક્ટરમાં એક્શન?
શેર બજારમાં સતત વેચાવાલીના માહોલમાં ઓટો, બેન્કિંગ, ફાઈનાન્શિયલ અને રિયલ્ટી સેક્ટર્સ સૌથી આગળ રહ્યાં. નિફ્ટીમાં M&M, ICICI Bank ટોપ લૂઝર રહ્યાં. જ્યારે અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રાના શેર ટોપ ગેનર રહ્યાં. વેચાણના સમાચારને કારણે SJVN આશરે 13 ટકા તૂટી 71.25 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. 


આ પણ વાંચોઃ ઘર ખરીદવું છે તો જલદી કરો : પ્રોપર્ટી માર્કેટમાં આવવાની છે જબરદસ્ત તેજી, રોકાણ માટે


3 દિવસમાં રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં 3 દિવસથી ચાલી રહેલી વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 318.06 લાખ કરોડ થયું હતું, જે 15 સપ્ટેમ્બરે બજાર બંધ થયા પછી રૂ. 223.40 લાખ કરોડ હતું. એટલે કે 3 દિવસમાં રોકાણકારોને લગભગ 5.4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


શેરબજારમાં ઘટાડાનું કારણ
- વૈશ્વિક બજારમાં સર્વાંગી વેચાણ
- યુએસ FED એ સંકેત આપ્યો છે કે વ્યાજ દર આગળ જતા ઊંચા રહેશે
- બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂત વધારો
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણ
- હેવીવેઇટ શેરો SBI, TCS, ITC, અન્યમાં ઘટાડો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube