શેર બજાર છોડો! કરોડપતિ બનવું હોય તો આ સ્કીમમાં લગાવો પૈસા, સરકાર પોતે લેશે ગેરંટી!
NPS Vatsalya Calculator: નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. જાણો કોણ-કોણ બની શકે છે આ યોજનાનો હિસ્સો...
NPS Vatsalya Vs PPF Vs SSY: આજકાલ લોકો ઊંઘું ગાલીને શેરબજારની પાછળ પડ્યાં છે. ઝડપથી પૈસા કમાવી લેવાની લ્હાયમાં લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી રહ્યાં છે. ત્યારે શેરબજારનો રસ્તો છોડીને તમે આ સરકારી યોજનાનો લઈ શકો છો લાભ. સરકાર પોતે આપશે ગેરંટી. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત તમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પેન્શન એકાઉન્ટ ખોલાવી શકો છો. જો તમે આ સ્કીમમાં રોકાણ કરો છો, તો બાળક જ્યારે મોટું થશે ત્યારે તેમાં મોટું ફંડ એકઠું થશે. આ સિવાય બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
NPS વાત્સલ્ય યોજના હેઠળ, કોઈપણ ભારતીય માતા-પિતા તેમના બાળકના નામે ઓછામાં ઓછા રૂ. 1000થી રોકાણ શરૂ કરી શકે છે. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી. જ્યારે બાળક 18 વર્ષનું થાય, ત્યારે તમે તેમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો. જો કે, જો તમે ઇચ્છો તો, તમે તેને 60 વર્ષ માટે પણ રાખી શકો છો, જેનાથી તમને મોટા પૈસા મળી શકે છે. બાળકની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા બાદ 20 ટકા રકમ ઉપાડી શકાય છે. તમે બાકીની 80 ટકા રકમ સાથે વાર્ષિકી ખરીદી શકો છો. આ વાર્ષિકીમાંથી બાળકને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે.
જો NPS વાત્સલ્યમાં 18 વર્ષ માટે વાર્ષિક રૂ. 10,000નું રોકાણ કરવામાં આવે અને 10 ટકા (RoR) વળતર મળે, તો અંદાજિત કોર્પસ આશરે રૂ. 5 લાખ થશે. આ જ ફંડ 60 વર્ષની ઉંમરે 10% વળતરના દરે રૂ. 2.75 કરોડ થશે. પરંતુ જો આ વળતર વધીને 11.59% થશે તો 60 વર્ષ પછી 5.97 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. પરંતુ જો આ વળતર 12.86% છે તો ફંડ વધીને 11.05 કરોડ રૂપિયા થઈ જશે.
PPF એ સરકાર દ્વારા પ્રાયોજિત રોકાણ યોજના છે. આ રોકાણ યોજના પોસ્ટ ઓફિસ હેઠળ ચલાવવામાં આવે છે. તે નાની બચત યોજના હેઠળ આવે છે. કોઈપણ ભારતીય નાગરિક આ નાની બચત યોજનામાં ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
15 વર્ષની પરિપક્વતા પછી, તે દરેક પાંચ વર્ષ માટે બે વાર વધારી શકાય છે. હાલમાં તે વાર્ષિક 7.1 ટકા રિટર્ન આપી રહી છે. જો તમે PPFમાં વાર્ષિક રૂ. 1.5 લાખનું રોકાણ કરો છો, તો તમને 25 વર્ષમાં રૂ. 1.03 કરોડ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીનું મહત્તમ રોકાણ કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ પણ વાર્ષિક 8.2 ટકા વળતર આપે છે. 15 વર્ષમાં, તમે વાર્ષિક રૂ. 1.5 લાખના દરે કુલ રૂ. 22.50 લાખનું રોકાણ કરો છો. વર્તમાન ગણતરી મુજબ, તમને પાકતી મુદતના સમયે 69.27 લાખ રૂપિયા મળશે.