Stock Market Crash: રોકાણકારો રડ્યાં! 1200 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; જાણો સૌથી વધુ તૂટ્યો કયો શેર
Stock Market Crash: સપ્તાહના પહેલાં જ દિવસે શેર માર્કેટમાંથી આવ્યા માઠા સમાચાર. બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને પડી ગયું. રોકાણકારોની ચિંતા વધી...સૌથી વધુ તૂટ્યો આ શેર...
Stock Market Crash: દિવાળી બાદ માર્કેટ ખુલ્યું અને રોકાણકારોને રોવાનો વારો આવ્યો. જીહાં, મુહૂર્ત ટ્રેડિંગ બાદ આજે સપ્તાહના પહેલાં દિવસે જ બજાર ધડામ કરતા તૂટી પડયું. પીએસયુથી માંડીની નિફટી અને બેંક નિફ્ટી, ફાર્મા, ઈન્ફ્રા, ઓઈલ સેક્ટર બધા જ શેર તૂટ્યાં. સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી બેંગ. સેન્સેક્સની લિસ્ટેડ 30 કંપનીઓમાં સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ટાઇટન, મારુતિ અને NTPCના શેરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
આજે સેન્સેક્સ 79,713.14 પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 1000 પોઇન્ટ ઘટીને 78,719 પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી સોમવારે 24,315.75 પોઈન્ટ પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 313 પોઈન્ટ ગગડીને 23,990 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઘરેલુ શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 20 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ અને નિફ્ટી બંને પીટાઈ રહ્યા છે અને જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે IT શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
જાણો કયા શેરો છે તેજીમાં?
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M, Tech Mahindra, HCL Tech, HUL, IndusInd Bankના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં સન ફાર્મા 3 ટકાથી વધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 3 ટકા નીચે છે. અદાણી પોર્ટ્સ 2.55 ટકા અને NTPC 2.05 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
BSE સેન્સેક્સની સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે. હાલમાં BSE સેન્સેક્સ માટે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે અને તે 866.77 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 78,857 પર આવી ગયો છે. NSE નિફ્ટી 295.50 પોઈન્ટ અથવા 1.22 ટકાના ઘટાડા સાથે 24,008 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.