Stock Market ને કોરોનાનું ગ્રહણ: એક જ દિવસમાં 1 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવતા સેન્સેક્સ ડાઉન
દેશમાં હવે વાયુવેગે કોરોના પ્રસરી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં 1 લાખ કરતા વધુ નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કોરોનાને કારણે 478 લોકોના મોત થયા છે. જેની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધારે સમય વીતી ચૂક્યો છે. જોકે, તેમ છતાં હજુ પણ દેશ અને દુનિયાભરમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. હાલ કોરોનાની બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે. એક તરફ લોકડાઉનના કારણે છેલ્લાં એક વર્ષથી વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે હવે ફરી એકવાર લોકડાઉનના એંધાણ મંડરાઈ રહ્યાં છે. જેની સીધી અસર હવે સ્ટોક માર્કેટ (Stock Market) એટલેકે, શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
Petrol Price: પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવમાં થશે ઘટાડોઃ ધર્મેન્દ્ર પ્રધાન
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે. કોરોનાના ગ્રહણને કારણે સેન્સેક્સ 1300 પોઈન્ટ ડાઉન થયો છે. જ્યારે નિફ્ટી 14600 પોઈન્ટની નીચે પહોંચી ગયો છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના 64% શેરમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓએ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોની ચિંતા વધારી દીધી છે.
સેન્સેક્સ ડાઉન થતાં વેપારીઓ ચિંતાતૂર
સેન્સેક્સ હાલ નોંધપાત્ર ઘટાડા સાથે 48,729 પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાજ ફાઈનાન્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 બજારથી નીચે આવ્યો હતો.
PHOTOS: અમિતાભ બચ્ચનથી લઈને મોરારિબાપુ સહિતની હસ્તીઓ સાથે મુલાકાતની ખલીલની દુર્લભ તસવીરો...
નિફ્ટીએ પણ રોકાણકારોની ચિંતા વધારી
નિફ્ટી પણ 337 અંક ઘટીને 14,529 પર વેપાર કરી રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં કરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે. આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.
BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં ધરખમ ઘટાડો
BSE પર 2,688 શેરમાં વેપાર થઈ રહ્યો છે. 703 શેર વધારા સાથે અને 1,822 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તેમાં 206 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 203.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી...
દુનિયાના દેશોની માર્કેટની સ્થિતિ
1. ઈર્સ્ટરના કારણે ઓસ્ટ્રેલિયાના શેરબજાર સોમવારે બંધ રહેશે
2. અમેરિકાના બજારોમાં S&P 500 ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો
3. ટોમ્બ સ્વિપિંગ ડેના કારણે ચીન અને હોંગકોંગના શેરબજાર બંધ
4. ઓસ્ટ્રેલિયામાં શેરબજાર અને જાપાનમાં ખરીદી બંધ રહેશે
5. કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 4 અંકોનો સામાન્ય ઘટાડો
5. ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીમાં શેરમાર્કેટમાં ફ્લેટ વેપાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube