ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી... 

પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે 4 એપ્રિલના રોજ સવારે તેમનું નિધન થયું છે.

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાતના જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જોકે, સાહિત્યમાં તેમનું યોગદાન ક્યારેય ભુલાય એવું નથી. તેમને જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12ડિસેમ્બર 1935 ના રોજ થયો હતો. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. જોકે, પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં. 

તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. ખલીલ ધનતેજવી ગુજરાતી અને ઉર્દૂ ગલઝકાર હતા. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે રચેલી અદભુત રચનાઓ હંમેશા તેમની યાદ અપાવતી રહેશે...

"હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, 
જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો"

"કોઈ ચાદર સમજ કે ખીંચ ના લે ફિર સે "ખલીલ"
મેં કફન ઓઢકર ફૂટપાઠ પે સો જાતા હૂં"

"સવાલો આપલે કરીએ, જવાબો મેળવી લઈએ, તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ
તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચુકવ્યા છે, છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ"

"મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલોછમ થતો રહ્યો
તમને ચોમાસુય પલાળી ન શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો"

"અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે"

1/12
image

2/12
image

3/12
image

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image