નવી દિલ્હી: માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. જ્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 1,459.52 પોઇન્ટના ઘટાડા સાથે 37,011.09 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 362.30 પોઇન્ટની ઘટીને 10,906.70ના સ્તર પર ખુલ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો નબળો રહ્યો છે. આજે ડોલરના મુકાબલે રૂપિયો 57 પૈસા તૂટીને 73.92 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યસ બેન્કના શેર એકસમયે રોકાણકારોની પસંદગી હતા, પરંતુ આજે તેના શેરમાં લગભગ 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા ફસાયેલી લોન (એનપીએ)નો ખુલાસો કરી ત્રિમાસિક કરવાના નવા નિયમથી બેન્કની મુશ્કેલી વધી જાય છે. ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ 116 રૂપિયાના ઘટાડા સાથે 959.45 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. 


એસબીઆઇના શેર લગભગ 24 રૂપિયાના ઘટાડા સાથે 264.90 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. હિન્ડાલ્કોના શેર લગભગ 11 રૂપિયાના ઘટાડા સાથે 144.05 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. ટાટા મોટર્સના શેર લગભગ 10 રૂપિયાના ઘટાડા સાથે 115.30 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. 


સવારે 10 વાગ્યાની વાત કરીએ તો અત્યારે પણ શેર બજારમાં ઘટાડાનો દૌર ચાલુ છે/ અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 1,085.24 (2.82%) પોઇન્ટના ઘટાડા સાથે 37,385.37ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 322.10 (2.86%) પોઇન્ટ ઘટીને 10,946.90ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube