Share Market Today: લાંબા સમય બાદ ઘરેલૂ શેર બજારમાં રોનક જોવા મળી છે. 700 થી વધુ પોઇન્ટને તેજી સાથે ખુલેલા બીએસઇ સેન્સેક્સ દિવસભર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતો જોવા મળ્યો. આ દરમિયાન સેન્સેક્સના 30 માંથી 28 શેર ગ્રીન નિશાન પર જોવા મળ્યા. કારોબારી સત્ર દરમિયાન બપોરે લગભગ 12.30 વાગે 30 શેરો પર આધારિત 1211.94 પોઇન્ટની તેજી સાથે 58,000 ના સ્તર પર જોવા મળ્યો. તો બીજી તરફ 5ઓ પોઇન્ટવાળા એનએસઇ નિફ્ટી 366.30 પોઇન્ટની તેજી સાથે 17,253.65 ના સ્તર પર જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

58 હજારને પાર કરી ગયો સેન્સેક્સ
કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સે 58,035.69 નું હાઇ લેવલ ટચ કર્યું. તો બીજી તરફ નિફ્ટી 17,262.50 સુધી જઇને સામાન્યરૂપથી ઘટયો હતો. શેર બજારમાં આવેલી તેજીથી રોકાણકારોને એક ઝાટકે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે. ગત ઘણા સત્રથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહી હતી. પરંતુ મંગળવારે આવેલી તેજીથી બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.75 લાખ કરોડ રૂપિયા વધીને 272.93 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું.


આ શેરોમાં સૌથી વધુ તેજી
સેન્સેક્સના શેરમાં ઇંડસઇંડ બેંક (4.88 ટકા), બજાજ ફાઇનાન્સ (3.54 ટકા), એચડીએફસી (3.01 ટકા) અને ટીસીએસ (2.97 ટકા) ની તેજી જોવા મળી. જો નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં પણ ઇંડસઇંડ બેંક (4.95 ટકા), અદાણી પોર્ટ્સ (4.76 ટકા), અદાણી એન્ટરપ્રાઇઝેઝ (3.88 ટકા), બજાજ ફાઇનાંસ 3.68 ટકા)ની તેજી સાથે કારોબાર કરતો જોવા મળતો હતો.  


શેર બજારનો સોમવારની સ્થિતિ
આ પહેલાં વૈશ્વિક બજારમાં નબળા વલણ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચાવલીથી શેર બજાર સપ્તાહના પહેલાં જ સોમવારે ઘટાડા સાથે બંધ થયો હતો. કારોબારી સત્રના અંતમાં સોમવારે 30 શેરોવાળા બીએસઇ સેન્સેક્સ 638.11 પોઇન્ટ તૂટીને 56,788.81 પોઇન્ટ પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 207 પોઇન્ટના ઘટાડા સાથે 16,887.35 પોઇન્ટ પર બંધ થયો.